જૂનાગઢ મહિલા આઈટીઆઈમાં બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું

0

જૂનાગઢ શહેરના પંચેશ્વર રોડ ઉપર આવેલ મહિલા આઈ.ટી.આઈ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ કરતી બેનો દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં એકથી પાંચ નંબર વિજેતા આવનાર બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ. ખાતે એક્ઝિબીશન-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા આઈ.ટી. આઈ.માં અભ્યાસ કરતી બહેનો દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રોજેક્ટ બનાવીને એક્ઝિબીશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૧ થી ૫ નંબર વિજેતાઓને ડો.પીયૂષ બોરખતરિયા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ. ખાતે કુલ ચાર રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર, ફેશન ડીઝાઇન,પાર્લર, સીવણ કોર્ષ કરાવવામાં આવે છે. કોર્ષ દરમ્યાન બહેનોને શિષ્યવૃતિ, સ્ટાઈપેન્ડ, સાયકલ અને બસ પાસ જેવી યોજનાનો લાભ આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ રણજીતસિંહ ભટ્ટી, ફોરમેન સિધ્ધાર્થ વાજા, હેતલ કાનગડ, સ્વેતા કૂકડિયા, અંજના ટાંક, દિશા બંસલ, નિકુંજ ભેંસદડીયા, મીતેષ ડોડીયા, શૈલજા દૂધતરા તેમજ સ્વપ્ન વિકાસ મંડળના પ્રમુખ હર્ષદ વાજા સહિતએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!