સૌરાષ્ટ્રમાં આંબા(કેસર કેરી)નો વિસ્તાર વધશે, ૩૬૦૦ ખેડૂતોને ૬૦ થી ૭૦ હજાર કલમનું કરાશે વિતરણ

0

ગિર પંથકની અતિ પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ તો દરેકને પસંદ હશે જ. પરંતુ આ કેરીનો પાક વધે તે માટે સરકાર દ્વારા અને ખેડૂતો દ્વારા થતાં પ્રયાસો જાણીએ. ગિર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હવે ફરી આંબાના વિસ્તાર અને વ્યાપ વધવાનો છે. જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ કહયુ હતું કે, ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ફળાઉ પાક ખાસ કરીને કેરીના પાકને ખૂબ નુકશાન થયું હતું. જેની તુલનાએ આ વર્ષ સારૂં ચોમાસા થવાથી ફળાઉ પાક માટે ખૂબ અનુકુળ છે. આંબાની કલમની માગણી માટે સૌરાષ્ટ્રભરમાંથી ૩૬૦૦ અરજીઓ બાગાયત વિભાગને આવી હતી, જેને આબાંની કલમ વિતરણ માટેની બાગાયત વિભાગે મંજૂરી આપી દીધી છે. જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ચાલુ વર્ષે ૬૦ થી ૭૦ હજાર આંબાની કલમનું વિતરણ થવાનું છે. ગત વર્ષની તુલનાએ વધારે છે. ગત વર્ષે ૪૦ હજાર આંબાની કલમનું વિતરણ ખેડૂતોને કરાયુ હતું. આબાંની કલમનું સરકારી ભાવે – નજીવા દરે (એક કલમના રૂ.૪૫ લેખે) ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. એક જ ખેડૂત દ્વારા એકથી વધુ આંબાની કલમો લઇ જઇને વાવેતર કરવામાં આવે છે. જેથી આંબાનો જૂનાગઢ જિલ્લામાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વિસ્તાર વધશે. નાયબ બાગાયત નિયામક હેમાંશુ ઉસદડિયાએ કહયુ હતું કે, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કુલ ૪ બાગાયત વિભાગના રોપ ઉછેર કેન્દ્રો આવેલા છે. જેમાંથી જૂનાગઢ જિલ્લાની એક માંગરોળ અને બીજી ત્રણ ગિર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડિનાર અને ઉનામાં આવેલ છે. જેમાં માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. જયારે કે તાલાલા, કોડિનાર અને ઉનાની ત્રણેય નર્સરીઓમાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે. કલમ એટલે બે અલગ અલગ આંબાને જાેડીને તૈયાર થતો એક રોપ. આંબા, ચીકુ, જામફળ, સિતાફળ, જાંબુ, આંબળા, લીંબુ, દાડમ સહિતના ફળ પાક માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય પાક અને વાવેતર પ્રમાણેની આપવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં આબાંનો ૮૬૫૦ હેકટર વાવેતર વિસ્તાર છે, નાળિયેરનો ૬૩૦૦, લીંબુનો ૪૮૦, બોર ૩૦૦, કેળા ૫૫૦, જામફળ ૧૮૦, દાળમ ૧૧૦, ખારેક ૧૩, પપૈયા ૬૦, સિતાફળ ૬૦૦, કેળા પ૦, તેમજ અન્ય ફ્રુટ ૨૫૦ હેકટર વિસ્તારમાં વાવેતરનો છે. આમ જૂનાગઢ જિલ્લામાં ફળોમાં સાથી પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક મળે છે. ખેડૂતોને જે કોઇ પણ ફળાઉ પાકના રોપા જાેતા હોય તો તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ (ુુુ.ૈ ારીઙ્ઘેં. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ) ઉપર જાેઇતા રોપાની સંખ્યા સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.

error: Content is protected !!