વિસાવદરમાં ઘરેથી ભાગી ગયેલ સગીર પ્રેમીપંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાતને પગલે અરેરાટી

0

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા સગીર વયનાં કિશોર અને કિશોરીએ સીમ વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં સજાેડે દોરી વડે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દેવાનાં બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિસાવદરમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષની દિકરી તેમજ અન્ય એક પરિવારનો ૧૭ વર્ષનો દિકરો છેલ્લા બે દિવસથી લાપતા હતા. દરમ્યાન તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન રામપરા સતાધાર સીમ વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં આ બંને સગીર બાળકોની લાશ પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા વિસાવદર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ ઉપર તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલા સગીર બાળકોનું હોવાનું અને તેઓએ નાઈલોનની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને આ કારણસર પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસ વુધ તપાસ કરી રહી છે.

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે જુગાર રમતા ૬ મહિલા સહિત ૮ને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે ચોક્કસ બાતમીનાં આધારે તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૬ મહિલા સહિત ૮ને રૂા.૧ર,૩૭પની રોકડ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં જાેષીપરા વિસ્તારમાં જુગાર દરોડો : ૪ ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે જાેષીપરા, કોર્પોરેશન સોસાયટી, હનુમાનનગર નજીક પંકજભાઈ હંસરાજભાઈ હીરપરાએ પોતાનાં મકાનનાં ખૂણા પાસે બહારથી માણસો એટલે કે, રામાભાઈ નાથાભાઈ, વનરાજ શ્યામભાઈ અને ભાવેશ ભગવાનજીભાઈને બોલાવી જાહેરમાં રોન-પોલીસનો હારજીતનો જુગાર રમાડતા રેડ દરમ્યાન રૂા.૧૦,૮૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલીનાં ધંધુસર ગામે જુગાર દરોડો : ૭ ઝડપાયા
વંથલી પોલીસે ધંધુસર ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતા ૭ શખ્સોને કુલ રૂા.૧,૩૩,૪૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત માંગરોળનાં માનખેત્રા ગામે માંગરોળ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૭ શખ્સોને રૂા.૬,ર૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!