રાજય સરકારે વિધાનસભામાં આપેલા દારૂનાં સત્તાવાર આંકડા ચોંકાવનારા છે. ગુજરાત સરકારે ર માર્ચ ર૦રરનાં રોજ ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે કહયું હતું કે ગુજરાત સરકારે ગત વર્ષમાં ર૧પ કરોડ ૬ર લાખ પર હજાર અને ર૭પ રૂપિયાની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. ૪ કરોડથી વધુની કિંમતનો દેશીદારૂ અને ૧૬ કરોડથી વધુનો બિયર જપ્ત કરેલ છે. ર વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ની કિંમતનાં નશીલા દ્રવ્યો પકડાયા છે.