જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસના છાયામાં, અરજદારો કચેરી બહાર લાઈનમાં

0

જૂનાગઢ તાલુકા કચેરી ખાતે અરજદારોને વિવિધ પ્રકારના ફોર્મના ટોકન અને જાતિ તેમજ આવકના દાખલાના કામકાજ માટે કચેરીની બહાર લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને લઇને અરજદારોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. કોરોના કાળ પૂર્વે મોટાભાગના કામકાજ માટે અરજદારોને કચેરીની અંદર જ લાઈનમાં રહેવાની સગવડતા હતી પરંતુ ત્યારબાદ વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવા છતાં અરજદારોને કચેરીની અંદર લાઈનમાં રહેવાની સગવડતા શરૂ કરાઇ નથી. આ મામલે અરજદારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જાે અધિકારી અને કર્મચારીઓને આરામદાયક ખુરશીમાં બેસીને કામ કરવાની વ્યવસ્થા હોય તો પછી અરજદારોને કચેરીની અંદર ઊભા રહેવા દેવામાં માટે પાબંદી શું કામ ? બીજી તરફ આ મામલે શહેર મામલતદારનો સંપર્ક કરવામાં આવતા અન્ય સ્ટાફ દ્વારા તેઓ મિટિંગમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમના તરફથી પણ કોઇ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો ન હતો. ગ્રામ્ય નાયબ મામલતદારે જણાવ્યું હતું કે, કોરોના બાદ આ પ્રકારની વ્યવસ્થા કરાય છે. વધુમાં તેમણે આ મામલે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

error: Content is protected !!