જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ અને શાસક પક્ષની ટીમે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

0

જૂનાગઢ શહેરને વિકાસની દ્રષ્ટીએ પ્રથમ હરોળમાં સ્થાન મળે તે માટેના પ્રયાસોને જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની સંગઠનની ટીમ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની શાસક પક્ષની ટીમ દ્વારા ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વિકાસની ગતીને વધુ તેજ બનાવવાના નિર્ધાર સાથે નકકર કામગીરી કરવામાં આવી રહી હોવાનું મનપા શાસક પક્ષની ટીમ તેમજ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું અને આ શહેરને આગામી દિવસોમાં વિકાસની નવી ઉચાઈએ પહોંચાડવા માટે દ્રઢ નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. ગઈકાલે જૂનાગઢના લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમ્યાન વિકાસ પ્રશ્ને તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય સાથે મનપા શાસકોની ટીમે મહત્વની ચર્ચાઓ કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કીરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણીએ મનપાના પદાધિકારીઓ તરીકે પદગ્રહણ કર્યાની સાથે જ વિકાસની અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે શહેર ભાજપ પ્રમુખ પૂનિતભાઈ શર્મા અને તેમની સમગ્ર ટીમ દ્વારા પણ શહેરના વિકાસ કામો માટે સતત જાગૃતતા દાખવામાં આવી રહી છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરના લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર કે જે પ્રજાકિય પ્રશ્ને સતત જાગૃતિ દાખવે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે અને પ્રજાની નાડ પારખુ એવા આ અખબારના માલિક અને તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયના વડપણ હેઠળ પ્રજાકિય પ્રશ્નો શાસકો સમક્ષ મુકવામાં આવતા હોય છે. દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની સંગઠની ટીમે શુભેચ્છા મુલાકાતે શહેર ભાજપ પ્રમુખ પૂનિતભાઈ શર્મા અને સંગઠનની ટીમ તેમજ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા તેમજ શહેર ભાજપ મિડીયા સેલના કન્વીનર સંજયભાઈ પંડયાએ મુલાકાત લીધી હતી. આ તકે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગઈકાલની શુભેચ્છા મુલાકાત દરમ્યાન પદાધિકારીઓએ સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી અને અખબાર જગતના મોભી કાર્તિકભાઈ ઉપાધ્યાય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો તેમજ જૂનાગઢ શહેરના વિકાસ કાર્યો અંગેની પદાધિકારીઓ સાથે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી અને આ શહેર માટે તેમજ નગરજનોને કેમ સારી સુવિધા આપવી તે માટે શાસક પક્ષની ટીમ તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવી હતી અને વિકાસ કાર્યો અંગેની આછેરી ઝલક આપવામાં આવી હતી. જૂનાગઢ મનપા દ્વારા ર૦૩પ સુધીમાં શહેરના વિકાસ માટેનો એક વિઝન પ્લાન ઘડી કાઢવામાં આવશે તેમજ વિકાસનો રોડ મેપ બનાવવામાં આવનાર હોવાનું અને નજીકના સમયમાં જ જૂનાગઢના પ્રેસ મિડીયાના તંત્રીશ્રીઓ, પ્રતિનિધિઓ સાથે એક બેઠક બોલાવી અને શહેરના વિકાસ માટે કેવા પગલા ભરવા જાેઈએ તે અંગેના તેઓના સજેશન લેવામાં આવશે. આ ઉપરાંત હાલ લોકોને રોડ, રસ્તા બાબતની અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેમજ ધુળની ડમરીઓ જેવું વાતાવરણ છે ત્યારે મહત્વના એવા રસ્તાના પ્રશ્ને નકકર કામગીરી દિવાળી પહેલા કરવામાં આવશે તેમ જણાવતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને વરસાદ પૂર્ણ થાય એટલે ઓગષ્ટ માસ બાદ સપ્ટેમ્બર મહિનામાં જયા પણ ખાડા અને રસ્તાઓ ખોદેલા છે ત્યાં રિસફેસીંગની કામગીરી ઝડપભેર હાથરવામાં આવશે અને આગામી દિવસોમાં જૂનાગઢ શહેરના નગરજનોને પ્રાર્થમિક સુવિધાના પ્રશ્ને કોઈપણ જાતની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે જૂનાગઢ મનપા તંત્ર સજજ છે અને શાસક પક્ષની ટીમ તેમજ શહેર ભાજપની ટીમ દ્વારા વિકાસના અનેક કાર્યોને વેગ આપવા કટીબધતા વ્યકત કરી હતી એટલું જ નહીં સરકારશ્રીમાં પણ અસરકારક રજૂઆત કરી અને જૂનાગઢ શહેરને વધુને વધુ રળીયામણું બનાવવા નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો તેમજ ૧ થી ૧પ વોર્ડમાં લોક દરબાર યોજી દરેક મતદારોના અણ ઉકેલ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!