દ્વારકાના શિવરાજપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવા સબબ મહિલાઓ સહિત અડધો ડઝન સામે ગુનો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ શિવરાજપુર ગામે વકીલ અને તેના પરિવાર દ્વારા સ્થાનિક અધિકારી તેમજ અન્ય મળતીયાઓ દ્વારા સાથે મળીને એક આસામીની ૧૧ વીઘા જમીન પચાવી પાડ્યાની ફરિયાદ રાજકોટ ખાતે સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં નોંધાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા પબુભા જખરાભા નાયાણી નામના ૪૮ વર્ષના હિન્દુ વાઘેર યુવાન દ્વારા હાલ જામનગર ખાતે રહેતા પુષ્પાબેન નટવરલાલ ચાંદલીયા, આશાબેન સંજીવ ચાંદલીયા, મીનાક્ષી નટવરલાલ ચાંદલીયા તેમજ સબ રજીસ્ટ્રાર ડી.એલ. તેરૈયા ઉપરાંત અન્ય કેટલાક સંડોવાયેલા શખ્સો સામે રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમમાં ફરિયાદી પબુભા નાયાણી પરિવારની શિવરાજપુર ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર ૧૩૮/૨ તથા નવા રેવન્યુ સર્વે નંબર ૨૩ની આશરે ૧૧ એકર જમીન ખોટા દસ્તાવેજાે ઊભા કરી અને પોતાના નામે કરી લેવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

error: Content is protected !!