સાવજ સંઘ દ્વારા માણાવદર તાલુકાનાં તમામ ગામોમાં ‘લમ્પી’ સામે પશુઓમાં નિઃશુલ્ક રસીકરણ

0

શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી સાવજ ડેરી દ્વારા હાલ પશુઓમાં જાેવા મળતો ગાંઠેદાર ચામડીનો રોગ(લમ્પી સ્કિન રોગ) માટે માણાવદર તાલુકાનાં તમામ ગામોમાં વિનામૂલ્યે રસી કરણ કરવાનો નિર્ણય કરેલ છે આ કાર્યક્રમને અભિયાન રૂપે લઈને આ કામગીરી મટીયાણા મુકામેથી શરૂઆત કરેલ છે અને આસપાસનાં ગામોમાં પણ રસીકરણ પ્રારંભ કરેલ છે તેમ સાવજ ડેરીનાં ચેરમેન દિનેશભાઈ ખટારીયા અને બોર્ડ ઓફ ડાયરેકટર રાજુભાઈ બોરખતરીયાએ જણાવેલ છે અને માણાવદર તાલુકામાં કોઈપણ ગામને વેકિસનની જરૂરિયાત હોય તો સાવજ ડેરીનાં બોર્ડ ઓફ ડાયરેકટર રાજુભાઈ રામભાઈ બોરખતરીયા(મો.૯૯૦૪ર૬૬૦૧૧ ગામ-મટીયાણા)નો સંપર્ક કરવા જણાવેલ છે.

error: Content is protected !!