કોડીનાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

0

કોડીનાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટીના અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કરાયેલ અપમાન તેમજ કોંગ્રેસની નબળી માનસિકતાના વિરોધમાં કોડીનાર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસ માફી માંગે માફી માંગેના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો જેમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ સુભાષભાઈ ડોડીયા, કોડીનાર તાલુકા પ્રમુખ ભગુભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના પ્રમુખ માનસિંહભાઈ વાઘેલા, કોડીનાર શહેર મહામંત્રી મિલીનભાઈ જાદવ, ધર્મેશભાઈ સોલંકી (રાજમોતી પરીવાર) કોડીનાર તાલુકાના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, દરેક મોરચાના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!