કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘાના શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તેમજ શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ હતી.
પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૭-૨૦૨૨ને શુક્રવારના રોજથી તા.૨૭-૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સ્વામીજી દ્વારાપૂજન-આરતી કરાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં પવિત્ર બ્રાહ્મણોદ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠસવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમ્યાન કરવામાં આવશે. તેમજસંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનુંસાંજે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાક દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે.

error: Content is protected !!