દ્વારકા : શ્રી નાગેશ્વર મહાદેવ

0

પવિત્ર યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિ.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખા મંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જયોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જયોતિર્લીંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં દારૂકાવન-દ્વારકા ક્ષેત્ર કહેવાય છે. શ્રી કૃષ્ણએ પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યું તે પહેલા આ સ્થળે અનાદિકાળથી રહેલ શ્રી નાગેશ્વર મહાદેવની પૂજા-અભિષેક કરીને શિવજીની કૃપાથી ભગવાન શ્રીકૃષ્ણએ પશુપતાસ્ત્ર મેળવી આ સમુદ્રક્ષેત્રમાં રહેલા શંખ, કુશ, દારૂકા આદિરાક્ષસોના દળ-બળનો નાશ કરીને મનુષ્ય માટે વસવાટ કરવા આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું. પ્રાચીન કાળમાં ભગવાન શ્રી દ્વારકાધીશ ત્રીલોકચ સુંદર જગત મંદિરના દર્શન માટે દ્વારકાપુરીની યાત્રાએ આવેલા ભગવાન શંકરના ઉપદેશ પ્રચારક એવા જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે પણ નાગેશ્વર પધારીને પૂજા-અર્ચન કરેલ હતા.

error: Content is protected !!