ઉર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના અને રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી : રાજયમાં યોજાયેલ વીજળી મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

0

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવા માટે ઊર્જા મંત્રાલયે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને આયોજન કરેલ જે અંતર્ગત ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ‘વીજળી મહોત્સવ’નું આયોજન હાથ ધરેલ જેના ભવ્ય સમાપન સમારોહ તથા પાવર સેક્ટરમાં થયેલ પ્રગતિના ઉજવણી તથા ૨૦૪૭ સુધીના ભવિષ્યનું આયોજન, રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિમ તથા નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલનું ડિજિટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વિડીઓ કોન્ફરન્સ મારફતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટમંત્રી કનુભાઈ દેસાઈ સહિતનાં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, રાયસણ, તા.જી. ગાંધીનગર યોજાયેલ. ‘વીજળી મહોત્સવ’ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગથી ઉજવણી કરી વીજક્ષેત્રની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક મંચ તરીકે પ્રસ્તુત કરવામાં આવેલ જેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૦૧૪માં ૨,૪૮,૫૫૪ મેગાવોટથી હતી તે આજે વધીને ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં ૧,૮૫,૦૦૦ મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે ૧,૬૩,૦૦૦ _ સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જાેડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે ૧,૧૨,૦૦૦ મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ભારતે પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ (ર્ઝ્રંઁ૨૧)માં વચન આપ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં અમારી વીજ ઉત્પાદન ક્ષમતાના ૪૦% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે. અમે નિર્ધારિત સમય કરતાં ૯ વર્ષ વહેલા નવેમ્બર ૨૦૨૧ સુધીમાં આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા ૧,૬૩,૦૦૦ મેગાવોટ જનરેટ કરીએ છીએ . અમે વિશ્વમાં ઝડપી ગતિએ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરી રહ્યા છીએ. કુલ રૂ. ૨,૦૧,૭૨૨ કરોડના ખર્ચ સાથે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે જેનાથી ખેતીવાડીના ગ્રાહકો ને ખેતીવાડી ફીડરમાંથી વીજપુરવઠો સાતત્ય પૂર્વક પૂરી ક્ષમતા થી નક્કી ધારાધોરણ મુજબ મળી રહે તે માટે ૨,૯૨૧ નવા સબ-સ્ટેશનો બનાવીને, ૩,૯૨૬ સબ-સ્ટેશનોની હયાત ક્ષમતામાં વધારો કરીને, તેમજ ૨,૬૮,૮૩૮ સર્કીટ કિલોમીટર ભારે વીજ દબાણ ની વીજ લાઈનો ૬,૦૪,૪૬૫ સર્કીટ કિલોમીટર હળવા દબાણ ની વીજ લાઈનો ઉભી કરવામાં આવેલ છે.

error: Content is protected !!