સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા : પત્તાપ્રેમીઓને ઝડપી લેતી પોલીસ

0

સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. દરમ્યાન ગઈકાલે પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી પત્તાપ્રેમીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકા પોલીસે ડુંગરપુર ગામે જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને કુલ રૂા.૩૩,૬૯પનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે મેંદરડા પોલીસે ભાલસેલ ગામે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને રૂા.૩૦,૮ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદ પોલીસે મેસવાણ ગામે જુગાર અંગે દરોડો પાડતા વલ્લભદાસ લક્ષ્મીદાસ લાડાણીની ખેતીનાં જમીનમાં આવેલ બંધ ઓરડીમાં જુગાર રમતા ૬ શખ્સોને કુલ રૂા.૪ર,૯પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. વંથલી પોલીસે બાલોટ ગામેથી ૩ શખ્સોને રૂા.૬,૧૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડ પોલીસે ચોરવાડ ખાતેથી ૩ શખ્સોને રૂા.૧૦,ર૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત માળીયા હાટીના પોલીસે ગળોદર ગામની ઉગમણી સીમમાં ખોડુભાઈ દોલુભાઈ સંધવ કે જેઓ પોતાની વાડી બહાર ગામથી માણસો બોલાવી જુગાર રમડતા હોય, જયાં પોલીસે રેઈડ કરતા ૬ શખ્સોને રૂા.૧,૭ર,૪૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત માળીયા હાટીનાં પોલીસે કાલીમડા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૪ શખ્સોને રૂા.૬,૭૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદર-કાલાવડ રોડ ઉપર બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યું
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર-કાલાવડ રોડ ઉપર બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા વૃધ્ધનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે અંબાળા ગામનાં જેનિશ મુકેશભાઈ આસોદરીયા(ઉ.વ.૧૯)એ ડીસ્કવર મોટરસાઈકલ જીજે-૧૪-એલ-૮૦૯૮નાં ચાલક વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ બેફિકરાઈથી અને પુરઝડપે મોટરસાઈકલ ચલાવી ફરિયાદીનાં દાદાનાં મોટરસાઈકલ સાથે અથડાવી દેતા ગંભીર ઈજા થવાનાં કારણે ફરિયાદનાં દાદાનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ચોરવાડનાં ઝડકા ગામે ઇંગ્લીશ દારૂની હેરાફેરી : રૂા.૧૪,૦૯,૮૦૦નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ
ચોરવાડ પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે ઝડકા ગામ પાસે નેશનલ હાઈવે રોડનાં બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન આરોપી સત્યનારાયણ દુધનાથ યાદવ રહે.મુંબઈ વસઈ વાળો પોતાનાં ટ્રકમાં આ કામનાં આરોપી લીલી ટીશર્ટ વાળો ઈસમએ આરોપી નં.૩ રવિ હમીરવાળાને તથા સોમનાથ ખાતે અન્ય કોઈને આપવા માટે સત્યનારાયણ દુધનાથ યાદવનાં હવાલાવાળા આયસર ટ્રક નં.એમએચ-૦૪-ઇવાય-૦૬ર૬ રૂા.ર.પ લાખનાં વાહનનાં ઢાઢામાં ઇંગ્લીશ દારૂની જુદી-જુદી બોટલ તથા પુઠાનાં પાઉચ નં.૧૧પ૬૮ કુલ રૂા.૧૧,પ૬,૮૦૦નો મુદ્દામાલ તથા મોબાઈલ એક મળી વિગેરે મળી કુલ રૂા.૧૪,૦૯,૮૦૦નાં મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી ખોટા માલસામાનનાં નામવાળી બનાવટી બિલ્ટીનો સાચા તરીકે ઉપયોગ કરી એકબીજાને મદદગારી કરેલ છે. આ રેઈડ દરમ્યન સત્યનારાયણ દુધનાથ પોલીસનાં હાથે ઝડપાય ગયેલ છે. જયારે અન્ય આરોપી નાશી છુટેલ છે. ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!