શ્રાવણ માસનાં શુભારંભે વરસાદી પાણીનાં સંગ્રહની ડ્રીમ યોજનાને ભવનાથ ખાતેથી કાયાર્ન્વિત કરાઈ

0

જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની જુદી-જુદી જગ્યાઓ ખાતે આવેલ હેન્ડપંપમાં આશરે ૬પ૦ જેટલી જગ્યાઓ ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ યુનિટ ઈન્સ્ટોલ કરવા તા.ર૯ને શુક્રવારે ૧ કલાકે ભવનાથ ખાતે મેયર ગીતાબેન એમ. પરમારનાં હસ્તે અને કમિશ્નર રાજેશ એમ. તન્ના, ચેરમેન સ્થાયી સમિતિ હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, શાસકપક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, પૂર્વ ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, નાયબ કમિશ્નર જયેશ પી. વાજા, સેનિટેશન સુપ્રિ. કલ્પેશભાઈ ટોલીયા, વોટરવર્કસ કાર્યપાલક ઈજનેર અલ્પેશભાઈ ચાવડા, કોર્પોરેટર ઈલાબેન બાલસ, ભરતભાઈ બાલસની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવેલ છે. જેમાં હેન્ડપંપની આજુબાજુમાં આવેલ ઈમારતી બિલ્ડીંગોનાં ધાબામાંથી વહી જતા વરસાદી પાણીને નદી-નાળા કે અન્ય જગ્યાને બદલે બિલ્ડીંગોની બાજુમાં આવેલ પાણીનાં સ્ત્રોતને રીચાર્જ કરવાનો હેતુ છે. જેનાથી પાણીની કટોકટીનાં સમયે જે તે સ્ત્રોતનાં ભુગર્ભ જળ ઘટ થવાનાં પ્રશ્નોને નિવારી શકાય તેવું આયોજન હાથ ધરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આગામી સમયમાં જૂનાગઢ શહેરમાં અન્ય જગ્યાઓ ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી લોકભાગીદારીથી થાય તેવું આયોજન હાથ ધરી શહેરીજનો સમક્ષ વરસાદી જળ સંચય યોજના લોન્ચ કરવામાં આવનાર છે. આ યોજનાને સોૈ લોકો પોતાનાં આંગણે વિકસાવે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે ત્યારે આપણા જળસ્તર ઉંચા લાવવાનાં આ અભિયાનરૂપી રેઈન વોટર રી-હાર્વેસ્ટીંગ યોજનાને સાકાર કરીએ તેમ મનપાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!