ગુજરાત સરકાર ખેડૂતોને રાહત દરે વીજળી આપવા માટે માતબર સબસીડી આપી રહી છે : પૂર્વ મંત્રી જવાહર ચાવડા

0

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય જ્ર૨૦૪૭ હેઠળ માણાવદરના આહીર સમાજ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં વીજળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ગુજરાત સરકારની વીજક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને રાહત દરે વીજળી આપવા માટે સબસીડી આપી રહી છે. સાથે જ ખેડૂતોને એક વીજ જાેડાણ આપવા રૂા.૧.૫૦ લાખથી વધુનો ખર્ચ કરી રહી છે. એક સમયે વીજળી માટે લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગવી વિચારસરણીથી જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી લોકોને અવિરત ૨૪ કલાક વીજળી મળી રહી છે. આ સાથે પૂર્વ મંત્રીએ તાઉતે વાવાઝોડા દરમ્યાન વીજ માળખાને થયેલ નુકશાન બાદ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કર્મીઓ કરેલ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમારે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે, ભારત આજે પાડોશી દેશોને વીજ પુરવઠાની નિકાસ કરી રહ્યું છે અને દેશભરમાં વીજ માળખાનું ગ્રીડ સુદ્રઢીકરણ થયું છે. એના પગલે દેશના એક ખૂણેથી બીજા ખૂણે વીજળી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પાઘડારે શાબ્દિક સ્વાગત કરતા કેન્દ્ર-રાજ્ય સરકારની વીજળીકરણ યોજનાઓની જણકારી આપવાની સાથે ફળશ્રુતિ રજૂ કરી હતી. આ પ્રસંગે પીજીવીસીએલના કર્મચારીઓએ વીજક્ષેત્રની યોજનાઓ અને વીજ વિતરણ તથા ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ સ્ટ્રેંધનીંગ સાંકળીને બે નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્ર -રાજ્ય સરકારે વીજળીકરણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ – યોજનાઓને દર્શાવતી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરપર્સન કંચનબેન ડઢાણીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, અગ્રણી જીવાભાઇ મારડિયા હરસુખભાઈ ગરાળા, જગદીશભાઈ મારૂ, ગોવિંદભાઈ સવસાણી, જીતેન્દ્રભાઈ પનારા ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ અને જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!