Friday, September 22

બિહારનાં પટના સહિતનાં વિસ્તારોમાં ઓબીસીનું વિવિધ મોર્ચાનું સદસ્યતા અભિયાનમાં જૂનાગઢનાં અગ્રણી નીરૂબેન કાંબલીયા ઉપસ્થિત રહયા

0

બિહારનાં પટના સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય ઓબીસી વિસ્તારોમાં સદસ્યતા અભિયાન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં જૂનાગઢનાં મહિલા અગ્રણી અને ઓબીસી મોર્ચાનાં સદસ્ય નિરૂબેન કાંબલીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. ભાજપનાં રાષ્ટ્રીય કક્ષાનાં વિવિધ મોર્ચાઓનાં વરીષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મતદાતાઓ સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મધ્યપ્રદેશનાં ધારાસભ્ય શ્રીમતિ કૃષ્ણા ગોર, બિહાર પ્રદેશ ઓબીસી મોર્ચાનાં મહામંત્રી પલ્લવી સહિતનાંઓએ વિવિધ સભાઓને સંબોધીત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામ નરેશ પ્રસાદ યાદવ, અંકુશ યાદવ સહિતનાં ભાજપ ઓબીસી મોર્ચાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા
હતા. આ કાર્યક્રમની સાથે સાથે નરંગામાં જન પ્રતિનિધિઓનો સન્માન કાર્યક્રમ તેમજ સૌન બરસા મંડળમાં સદસ્યતા અભિયાન અને કચ્છહરીપુરમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!