આજે સવારથી જ જૂનાગઢ અને સોરઠ પંથકમાં હવામાનમાં પલટો આવેલ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ અમીછાંટણા કર્યા છે અને વરસાદની શકયતા વધારી છે. ચોમાસાનાં શુભ શરૂઆત સાથે આ વર્ષે અષાઢી બીજનાં દિવસથી મેઘરાજા સતત પોતાનું હેત વરસાવતા હતા અને ધીમી ધારે પડી રહેલા વરસાદનાં કારણે જૂનાગઢ જીલ્લાનાં વિવિધ જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ છે. નરસિંહ મહેતા સરોવર, વિલિંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, હસ્નાપુર ડેમ સહિતનાં ડેમો છલકાય ઉઠયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ ૧૦ તાલુકાઓમાં મોસમનો કુલ વરસાદ જાેઈએ તો કેશોદમાં અત્યાર સુધીમાં પ૧૧ મીમી વરસાદ પડી ચુકયો છે. જયારે જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૬૮ર મીમી, ભેંસાણ ૪૬૧ મીમી, મેંદરડા ૬૭૬ મીમી, માંગરોળ ૬૮૬ મીમી, માણાવદર ૮૪૯ મીમી, માળીયા હાટીના ૧૦પપ મીમી, વંથલી ૯૭૩ મીમી, વિસાવદર ૧૧૪૯ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં ૧૦ તાલુકાઓમાં સોૈથી વધારે વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. એક ધારા એક માસ સુધી સતત વરસી રહેલા વરસાદ બાદ છેલ્લા ૪ દિવસથી વરસાદે પોરો ખાધો છે. વરાપ જેવું વાતાવરણ રહ્યું છે અને જેને લઈને ખેડૂતોએ ખેતીનાં કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હાલ પુરજાેશથી ખેતીનું કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે શરૂઆતથી જ ખૂબ જ સારો વરસાદ પડયો છે અને અત્યાર સુધીમાં ૭૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો છે. જેનાં કારણે જનજીવન ઉપર ખૂબ જ સારી અસર થઈ છે. લોકોમાં ઉત્સાહ વધ્યો છે. વરસાદની અસર જાેઈએ તો તેનો સીધો પ્રભાવ બજારોમાં વેંચાતા શાકાભાજી ઉપર પડયો છે. ૧પ દિવસમાં થોડાક માત્રામાં શાકભાજીનાં ભાવોમાં ઘટાડો જાેવા મળે છે અને અન્ય બજારોમાં પણ તેજીનો દોર શરૂ થયો છે. અત્રે નોંધનીય છે કે રમણીક વામજાએ આગાહી કરી છે કે આગામી તા. ૪ થી ૭ ઓગસ્ટ સુધી ગાજવીજ વરસાદ પડશે.