જૂનાગઢ શહેર-જીલ્લામાં મહોર્રમની ઉજવણી સબબ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજાઈ

0

આવતીકાલથી ૧૦ દિવસ સુધી જૂનાગઢ શહેર-જીલ્લામાં શહાદતનો પર્વ મહોર્રમ મનાવવામાં આવશે. તે સંદર્ભમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોહર્રમને લગતી વિવિધ બાબતો-જાહેરાનામા વિગેરે બાબતે અધીક કલેકટર એસ.બી. બાંભણીયાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહર્રમનો તહેવાર સુચારૂ રૂપથી મનાવવામાં આવે તેમજ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મોહર્રમ સહિતનાં તહેવારોની ઉજવણી થઈ શકેલ નહી પરંતુ આ વખતે હવે રાબેતા મુજબ તહેવારો મનાવવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ સહકાર અને સુચારૂ આયોજન-વ્યવસ્થાની ખાત્રી આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાં નીકળનાર સેઝ-તાજીયા અને અલમનાં જુલુસ તેમજ શબીલની લેવાની થતી મંજુરી અંગે સરળ કાર્યવાહી થાય તે માટે અધીક કલેકટરશ્રી બાંભણીયાએ જરૂરી સૂચના આપી હતી અને સીંગલ વીન્ડો સીસ્ટમ મુજબની કાર્યવાહી કરવા સંબંધીત અધીકારીઓ અને વિભાગોને જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાંતઅધિકારી ભૂમિબેન કેશવાલા, ઈન્ચાર્જ મામલતદાર તેજસ જાેષી, મદદનીશ મ્યુ. કમિશ્નર જયેશ વાજા, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પીજીવીસીએલનાં ઈજનેર પાઘડાર, જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, શહેર કોંગ્રેસ પ્રુમખ અમીત પટેલ, સીપીએમનાં પદાધિકારી બટુકભાઈ મકવાણા, જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનમાં વિરોધ્ધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, અશરફભાઈ થઈમ, એડવોકેટ અશ્વિન મણીયાર, જીસાન હાલેપોત્રા, વરિષ્ઠ પત્રકાર એસ.આઈ. બુખારી, સોહીલ સીદ્દીકી, મુઝતબાભાઈ સૈયદ, મુન્નાબાપુ કાદરી, મુખ્તારબાપુ કાદરી, લતીફબાપુ કાદરી, સમીરબાપુ કાદરી, વહાબભાઈ કુરેશી, સાકીરભાઈ બેલીમ, નુરાભાઈ મતવા, સફીભાઈ સોરઠીયા, સલીમભાઈ ગુજરાતી, મહેબુબભાઈ પંજા, આસીફભાઈ બ્લોચ, કાસમભાઈ જુણેજા, અલ્લારખાભાઈ સોલંકી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેલ અને વિવિધ સૂચનો કર્યા હતા. જેનો તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
દરમ્યાનમાં મીટીંગમાં થયેલ સૂચનોની અને ચર્ચા મુજબ તાજીયા, અલમ અને શબીલની મંજુરી એકસાથે કાઢવાની થતી હોય, દરેક તાજીયા કમિટીનાં પ્રતિનિધિઓએ ડોકયુમેન્ટમાં આધારકાર્ડની ૩ નકલ, એક ફોટો અને જુની પરમીટ સાથે લઈ અત્રે દર્શાવેલ કાર્યકરોનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. સદરહુ પરમીટ માટે મહોર્રમ એકતા સમિતિ દ્વારા તંત્ર સાથે સંકલન કરી કાર્યવાહી કરી આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે. તાજીયા, શબીલની મંજુરી માટે ૧. વહાબભાઈ કુરેશી મો.૯૮ર૪ર૯૪૭૩૦, ર. જીસાન હાલેપોત્રા મો.૮૮૬૬૧પર૮પ૩, ૩. મહેબુબભાઈ પંજા મો.૯૮૯૮૯૦૭ર૮૦, ૪. સોહીલ સીદ્દીકી મો.૯૪ર૭૯૭૪૯૮પનો સંપર્ક કરવા જણાવાયું છે.

error: Content is protected !!