શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો

0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, જાગનાથ મહાદેવ મંદિર સહિતનાં વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આગામી સોમવારનાં દિવસે અને ખાસ કરીને શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વિશેષ પુજાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભવનાથ ખાતે બિરાજતા ભવનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ સોમવારે ભાવિકોની ભારે ભીડ લાગશે અને શણગાર સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. શ્રાવણ માસનાં દિવસોનું ખૂબજ મહત્વ છે અને શિવજીની મહાપુજા માટે આ શ્રેષ્ઠ સમયગાળો છે અને તેમાં પણ સોમવારનો દિવસ અતિ પવિત્ર ગણાય છે. આ દિવસે સવારથી જ બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે મંત્રોચ્ચાર તેમજ પુજા, અર્ચન તેમજ અભિષેક, રૂદ્રાભિષેક સહિતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. શિવાલયોમાં પ્રવેશતા જ અલૌકિક વાતાવરણનો અનુભવ ભાવિકોને થતો હોય છે. જૂનાગઢ શહેરનાં શિવાલયોની સાથે સાથે જંગલ વિસ્તારમાં બિરાજતા ઈન્દ્રેશ્વર મહાદેવ, જટાશંકર મહાદેવ, રામનાથ મહાદેવ સહિતનાં મંદિરોએ પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે.

error: Content is protected !!