દ્વારકા તાલુકાની વિવિધ ગૌશાળાની મુલાકાત લેતા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલ

0

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પશુઓમાં જાેવા મળતા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીએ દ્વારકા તાલુકાની મંગલમ અન્નક્ષેત્ર તથા ગૌશાળા – કોરાડા, તેમજ દ્વારકા ખાતેની સુરભી ગૌશાળા અને દ્વારકા ગૌસેવા સમિતિ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગૌશાળા સંચાલકોની કામ કરવાની પદ્ધતિ તેમજ દ્વારકામાં લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અને તેને નિયંત્રણમાં લાવવા માટે કરેલી કામગીરીની માહિતી મેળવી હતી અને લમ્પી ગ્રસ્ત પશુઓને રાખવા માટે અલગ કરવામાં આવેલી વ્યવસ્થા પણ નિહાળી હતી અને રોગને અટકાવવા શું શું પગલાં ભરવા તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ સંચાલકો આગળ પણ આવી જ સરસ કામગીરી કરતા રહે તેમ શુભકામનાઓ પાઠવી હતી. ગૌશાળા મુલાકાત સમયે મંત્રીની જાેડે દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, પશુપાલન અધિકારી તેમજ પશુ ડોકટરોની ટીમ અને જિલ્લાના અગેવાનો જાેડાયા હતા.
રાઘવજી પટેલે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા
કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ પાદુકા પૂજન કરી રાજ્યની પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. બાદમાં મંદિરની પ્રદક્ષિણા કરી હતી. આ તકે દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા અને જિલ્લાના અગ્રણીઓ જાેડાયા હતા.

error: Content is protected !!