રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર ગ્રંથાલય ખાતાના નિયામક ડો. પંકજ ગોસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગરના આર.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ ૩૦-૭-૨૦૨૨ના રોજ કવિ સંમેલન અને હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કવિ જયંત કોરડીયા, કવિ નાથાલાલ પરમાર, કવિ અનીલ સાવસાણી, કવિ કમલેશ જેઠવા, કવિ રાજેન્દ્ર ભટ્ટ, કવિ જયંતીલાલ વધેરા તથા હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલ દ્વારા કાર્યક્રમમાં કવિઓની રચના તેમજ હાસ્યરસ માધ્યમથી લોકોને મોહિત કરી દીધા હતા. નિવૃત્ત ગ્રંથપાલ મુકુન્દરાય રાવલ, નિવૃત કર્મચારી એચ.પી સુત્રેજા, કે.કે. રાવલ, ચંદુભાઈ કાલા, સંજયભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.