વિસાવદર પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાની સુચના મુજબ વિસાવદરનાં પીઆઈ એન.એ.શ ાહ તથા પોલીસ સ્ટાફે વિસાવદર ડાકબંગલા પ્લોટમાં રહેતો રહીમભાઈ ગામેતી તેની માંદરીયા ગામની સીમાં આવેલ વાડીએ ઈંગ્લીશ દારૂની બોટલો રાખી હેરફેર તેમજ વેંચાણ કરતો હોય જેની હકીકત મળતાં આ જગ્યાએ રેડ કરતાં આરોપી રહીમભાઈ ગફારભાઈ સરકીને અટકમાં લઈ સાથે રાખી વાડીએ તપાસ કરતાં ભારતીય બનાવટની પરપ્રાંતની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ-૬૩ કિંમત રૂા. રપર૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!