સોમનાથ મહાદેવનાં સમુદ્ર ચોપાટી ઉપર ભકિત-આધ્યાત્મીક અને ગુજરાત ગૌરવ પ્રતિકોનાં આકર્ષણ

0

પંરથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનાં સમુદ્ર તટ ઉપર વોક-વે નજીક ભાવિકોની ભકિત-આધ્યાત્મીક- ગુજરાત ગૌરવ પ્રતિક સહિતનાં આકર્ષણો ઉમેરી સોમનાથનાં સમુદ્ર બીચને આકર્ષક બનાવાઈ રહયો છે. જેનાં પ્રથમ ચરણરૂપે સોમનાથ સમુદ્ર બીચે બજરંગબલી, હનુમાનજીની વિશાળ પ્રતિમા ગોઠવવાનું શરૂ થયું છે. આ પ્રતિમા ૧૭ ફુટ ઉંચી છે અને જેને પાંચ ફુટનાં ઓટા ઉપર ક્રેઈનથી ગોઠવાઈ રહી છે. પ્રતિમાનું મુખ દક્ષિણ તરફ સમુદ્ર તરફ રહેશે. અને હાથમાં ગદા સાથેની આ ઉભી પ્રતિમા છે. ગુજરાતની ઓળખસમા ડણકતા સાવજની પ્રતિમા તથા ગૌ-માતાની પ્રતિમા પણ લવાઈ રહી છે. જે ક્રમશઃ ગોઠવાતી જશે અને પવિત્ર શ્રાવણ માસમાં અનુકુળતાએ લોકાર્પણ થશે. આમ સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સોમનાથ અને સમુદ્રની ચોપાટીનો સુંદર વિકાસ કરી રહયા છે.

error: Content is protected !!