Tuesday, August 9

જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં નર્સ્િંાગ સ્ટાફ ઉપર કાતરથી હુમલો : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢની સોૈથી મોટી સરકારી હોસ્પિટલમાં એક દર્દી અને તેની માતાએ ફરજ ઉપરનાં નર્સ્િંાગ સ્ટાફ ઉપર હુમલો કરી અને મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે અને બે સામે ફરિયાદ થઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં અમન પાર્ક-રમાં રહેતા અને સીવીલ હોસ્પિટલમાં નર્સ્િંાગ સ્ટાફમાં બ્રધર તરીકે નોકરી કરતા રાહીલ રીઝવાનભાઈ નાગોરી(ઉ.વ.રર) પોતાની ફરજ ઉપર હતા ત્યારે આઈસીયુ વોર્ડ નં.૩૦૧માં દાખલ થયેલ અફઝલ કારાભાઈ સીડા સાથે ચાદર પ્રશ્ને બોલાચાલીમાં નર્સ્િંાગ સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. રાહીલભાઈ રીઝવાનભાઈએ પોલીસમાં અફઝલ કારાભાઈ સીડા તથા અફઝલની માતા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ચાદર આપવા બાબતે ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરી અને ફરિયાદીને ઢીકાપાટુંનો માર મારી, કાતર વડે જમણા હાથની આંગળીમાં તથા નાક ઉપર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે. જાેકે, સીવીલ હોસ્પિટલમાં બનેલા આ બનાવને પગલે સ્ટાફની સુરક્ષાને લઈને નર્સ્િંાગ સ્ટાફે વિજળીક હડતાળ કરી હતી. દરમ્યાન આ બનાવનાં અનુસંધાને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા બનાવનાં સ્થળે દોડી ગયા હતા તેમજ સીવીલ સુપ્રિન્ટેન્ડન્ટ નૈનાબેન લકુમએ આવી સમજાવટથી મામલો થાળે પડયો હતો. પરિણામે તબીબી સ્ટાફ ફરજ ઉપર લાગી ગયેલ હતો.

જૂનાગઢનાં જાેષીપરા ખાતે જુગાર દરોડો, ૩ ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે અગ્રાવત ચોક નજીક ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતા ૩ શખ્સોને રૂા.૧૦,૪૭૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સરગવાડા ગામે જુગાર દરોડો
જૂનાગઢ તાલુકા પોલીસે સરગવાડા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને કુલ રૂા.૧ર,રર૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ખામધ્રોળ વિસ્તારમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા
જૂનાગઢ તાલુકા પોલીસે ખામધ્રોળ રોડ, વિજય નગર-૧, શેરી નં.૧, બ્લોક નં.૯ ખાતે રાજેશભાઈ ઉર્ફે રાજાે રમણીકભાઈ વાઘેલાનાં મકાનમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને કુલ રૂા.૬૩,૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર-બાંટવામાં જુગાર દરોડો : ૧ર ઝડપાયા
માણાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને કુલ રૂા.રર,ર૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બાંટવા પોલીસે ઘોડીપાસાનાં જુગાર અંગે ૮ શખ્સોને રૂા.પ,૭૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામે માર માર્યો
જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામે રહેતા રમાબેન કાંતિલાલ કથીરીયા(ઉ.વ.૪૬)એ ભુપતભાઈ ડાયાભાઈ વાળા, જીવીબેન ઉર્ફે ભાભુ ડાયાભાઈ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વિજાપુર ગામે તેનાં પ્લોટમાં ગાયને નિરણ પુરો કરવા જતા હતા ત્યારે આરોપીઓએ અગાઉનું મનદુઃખ રાખી કહેલ કે, તું અહીંથી નીકળતી નહી તેમ કહી ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને લોખંડનો પાઈપ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી આરોપીને ભગાડી જવા અંગે બે સામે પોલીસ ફરિયાદ
જૂનાગઢ શહેરમાં નીચલા દાતાર લેપ્રેસી હોસ્પિટલનાં પડતર ગ્રાઉન્ડ નજીક ગઈકાલે બનેલા બનાવમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને અટક કરવાનાં આરોપીને પોલીસ હવાલામાંથી ભગાડી જવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જેનાં પગલે ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ રૂડાભાઈએ મુનીર કાળુભાઈ બ્લોચ તેમજ અલ્ફેઝ કાળુભાઈ બ્લોચ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી મુનીર કાળુભાઈ બ્લોચને પ્રોહીબીશનનાં ગુનામાં પકડવાનો હોય, તેને પકડવા જતા આરોપી પકડાય ગયેલ અને મોટરસાઈકલમાં બેસાડી તેને પોલીસ સ્ટેશને લઈ આવતા હતા તે દરમ્યાન આરોપી નં.ર અલ્ફેઝ કાળુભાઈ બ્લોચ મોટરસાઈકલ લઈ આવી અને મુનીરની ધરપકડ ટાળવા ફરિયાદીની ફરજમાં રૂકાવટ કરી, ઢીકાપાટુનો માર મારી, છુટા પથ્થરોનો ઘા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મુનીરને પોલીસ હવાલામાંથી ભગાડી દેવામાં આરોપી નં.રએ મદદગારી કરતા બંને આરોપી નાસી છુટયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.

વિલિંગ્ડન ડેમમાં પાણીમાં ડુબી જતા મૃત્યું
જૂનાગઢનાં માહીરખાન અમીનખાન યુસુફ(ઉ.વ.ર૩) નામનો યુવાન વિલિંગ્ડન ડેમમાં કોઈપણ કારણસર પાણીમાં ડુબી જતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!