દ્વારકા ૧૦૮ની ટીમની સરાહનીય કામગીરી

0

દેવભૂમિ દ્વારકાના ૧૦૮ની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. હર્ષદ ૧૦૮ની ટીમે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એકા એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં મહિલાની ૧૦૮ની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી. જયારે બાળકના ગળા ફરતે નાળ વિટળાય હોવા છતાં સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો. જેમાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામાં રહેતા વિધાયાબેન દેવશીભાઇ રાઠોડને પ્રસુતિ પીડા વધી જતા ૧૦૮ને બોલાવવામાં આવી હતી. જેને હર્ષદ ૧૦૮ની ટીમ દ્વારા ઘટનાસ્થળ ઉપર હાજર થઈ એ દરમ્યાન ૧૦૮ના ઈએમટી મહેશભાઇ ભાલિયા અને પાયલોટ પરબતભાઇ મોરી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. નવજાત બાળક અને માતાને સારવાર આપી ૧૦૮ દ્વારા કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની ૧૦૮ દ્વારા ફરી એકવાર સેવા મદદગાર થઈ છે જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

error: Content is protected !!