વંથલી તાલુકા કન્યા શાળા ખાતે કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ

0

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં વંથલી તાલુકાની કન્યા શાળા ખાતે ખાતે ૮ દિવસની સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને જુડો, લાઠી દાવ, ચુની દાવ અને અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવાડવામાં આવ્યા હતા. તેમજ સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ સમગ્ર જિલ્લામાં નારી વંદના કાર્યક્રમ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વંથલી તાલુકાના કણજા ગામ ખાતે હાઈસ્કૂલમાં કિશોરીઓને સ્વરક્ષણના દાવ શીખવવામાં આવશે.

error: Content is protected !!