નારી વંદન ઉત્સવના ગઈકાલે પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે નારી સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓની ખાસ કરીને ૧૮૧ અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર અને સખી વન સ્ટોપ સેન્ટરની જાણકારી બહેનોને મહાનુભાવો દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ -૨૦૦૫ અને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાકીય પ્રકલ્પોની સ્થાનિક વિકાસ કાર્યોની ઝલક આપવામાં આવી હતી. આ તકે મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી માધુરી મકવાણા, જિલ્લા કો- ઓર્ડીનેટર કૃપાબેન ખુંટ, સખી વન સ્ટોપ સેન્ટરના હિરલબેન ખુંટ, કાઉન્સેલર તન્વીબેન વાઘેલાએ માર્ગદર્શન આપ્યું હતું.