રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ જૂનાગઢ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કાઠી કન્યા છાત્રાલયની અંદર ભારત માતાનું પૂજન અને સૈનિકોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખ રામભાઈ વાળા, મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડા અને મુખ્ય વક્તા તરીકે કૃણાલભાઈ રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા. પાંચ નિવૃત્ત આર્મીમેન જવાનોનું પુસ્તક આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ગુજરાત પ્રાંતના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણે કર્યું હતું. મહેમાનો દ્વારા પ્રસંગિક ઉદબોધનો થયા હતા અને વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ભારત માતાની આરતી કરી અને પૂજન અને અર્ચન કર્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જયઘોષ નારા બોલાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા સમગ્ર ભારતમાં દોઢ લાખ શાળાઓમાં અને ગુજરાતમાં ૨૫૦૦૦ શાળાઓમાં આ કાર્યક્રમ થયા છે. આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મનીષાબેન હિંગરાજીયા શાળાના આચાર્ય સંગીતાબેન મોદી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતુભાઈ ખુમાણ, શૈલેન્દ્રસિંહ વાઘેલા,હેમલભાઈ ઠાકોર, મનીષાબેન ચૌહાણે વગેરે જહેમત ઉઠાવી હતી.