પંચાગ પ્રમાણે જયોતિષનાં નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદશનાં દિવસે છે. શ્રાવણ સુદ ચૌદશને ગુરૂવાર તા. ૧૧-૮-રરનાં દિવસે ચૌદશતિથિ સવારનાં ૧૦.૩૯ સુધી છે. ત્યારબાદ પૂનમતિથિ છે. તથા શુક્રવારે પૂનમનાં દિવસે પૂનમતિથિ સવારનાં ૭.૦૬ કલાક સુધી જ હોય અને શુક્રવારે એકમતિથિ ક્ષયતિથિ હોતા આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશને ગુરૂવારે ઉજવાશે. અને રાખડી બાંધવી પણ ચૌદશને ગુરૂવારે ઉત્તમ રહેશે. ખાસ કરીને રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિશિષ્ટકરણનો દોષ લાગતો હોય છે. પરંતુ આ વર્ષે ગુરૂવારે ચૌદશનાં દિવસે મકર રાશીનાં ચંદ્રમાં વિષ્ટકરણ છે. આથી વિષ્ટકરણ એટલે કે ભદ્રા પાતાળમાં છે. આથી દોષકારક નથી. આમ ગુરૂવારે તા. ૧૧-૮-રરનાં દિવસે સવારે ૧૦.૩૯ પછી પૂનમતિથિ હોય રાખડી બાંધવી તથા નવી જનોઈ એટલે યજ્ઞોપવિત ધારણ કરવી શુભ અને ઉત્તમ રહશે.
રાખડી બાંધવાનાં શુભ મુર્હુત ચોઘડીયા પ્રમાણે તથા શુભ સમય પ્રમાણે અભિજીત મુર્હુત બપોરે ૧ર.ર૬ થી ૧.૧૮, સવારે ચલ ૧૧.૧પ થી ૧ર.પર, બપોરે લાભ ૧ર.પર થી ર.ર૯, અમૃત ર.ર૯ થી ૪.૦૬, સાંજે શુભ પ.૪૩ થી ૭.ર૦, પ્રદોષકાળ પ્રમાણે ૭.ર૧ થી ૮.૪૯, રાત્રે અમૃત ૭.ર૦ થી ૮.૪૩, ચલ ૮.૪૩ થી ૧૦.૦૬.