જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાનાં માથાભારે, ભયજનક અને અસામાજીક પ્રવૃતિ કરતા શખ્સો સામે અટકાયતી પગલા લેવા જણાવતાં જૂનાગઢ જીલ્લાનાં ડેરવાણ ગામનાં માથાભારે શખ્સ જશુ ગંભીરભાઈ ભાટી વિરૂધ્ધ તાલુકા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરાતા જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર દ્વારા જશુ ભાટી સામે પાસા વોરન્ટ ઈસ્યુ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.વી. ધોકડીયા સહિતનાં સ્ટાફે જશુ ગંભીરભાઈ ભાટીને ડેરવાણ ગામમાંથી ઝડપી લઈ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, તાલુકા પીએસઆઈ પી.વી. ધોકડીયા, નીકુલભાઈ પટેલ, ભદ્રેશભાઈ રવૈયા, મેહુલભાઈ મકવાણા, પરબતભાઈ આંત્રોલીયા, જીતેષભાઈ મારૂ, દિપકભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ પરમાર, રાજુભાઈ કટારા, પિયુષભાઈ ભેડા, પરેશભાઈ વરૂ, રાજશ્રી દિવરાણીયા વગેરે જાેડાયેલ હતાં.