જૂનાગઢમાં નોકરી અપાવી દેવાનાં બહાને રૂા.૩ લાખની છેતરપીંડી

0

જૂનાગઢમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અને રૂા.૩ લાખની છેતરપીંડી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે હિતેશભાઈ રાજેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦) રહે. કડીયાવાડ, વણકરવાસ, જૂનાગઢ અને હાલ આંબેડકરનગર, બિલખા રોડ વાળાએ ધવલ નંદાભાઈ ખાવડુ રહે. મધુરમ, ગીરીકન્દ્રા એપાર્ટમેન્ટવાળા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ પોતે પીજીવીસીએલમાં નોકરી કરતા હોય તેમજ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી અને ફરિયાદી પાસેથી રૂા.૩ લાખ લઈ નોકરી કે પૈસા પરત નહી આપી ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ : બે સામે ફરિયાદ
જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામે તલાટી કમ મંત્રીની ફરજમાં રૂકાવટનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ચનાભાઈ રાજાભાઈ વકાતર(ઉ.વ.૪૬) તલાટી કમ મંત્રી ડુંગરપુર તથા પાદરીયા ગામ રહે.વાડોદર વાળાએ જીતેન્દ્રભાઈ પ્રવિણભાઈ શ્યારા, વિપુલ પ્રવિણભાઈ શ્યારા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી પોતાની કાયદેસરની ફરજ ઉપર હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવી ફરિયાદીને બિભત્સ શબ્દ કહી તેમજ ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ અને સોરઠ પંથકમાં જુગાર દરોડા : પપથી વધુ ઝડપાયા
જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે એક જ દિવસમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ એ ડીવીઝન પોલીસે બિલખા રોડ, આંબેડકર નગર નજીકથી ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.ર૧,૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જયારે વિસાવદર પોલીસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૧૦,૯૭૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત માળીયા હાટીના પોલીસે આંબેચા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૮ શખ્સોને રૂા.૪ર,૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ત્યારે અન્ય સ્થળે પાડેલા દરોડામાં બે શખ્સોને રૂા.રપ,૭ર૦નાં મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત માણાવદર પોલીસે ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.ર,૭૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત બાંટવા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા બે શખ્સોને રૂા.૩,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે શીલ પોલીસે નાંદરખી ગામેથી ૮ શખ્સોને રૂા.૧૦,ર૩૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત મેંદરડા તાલુકાનાં ઈટાળી ગામેથી ૪ શખ્સોને રૂા.૧૪,૯૭૦નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કેશોદ પોલીસે અજાબ ગામેથી ૭ શખ્સોને રૂા.ર૧,૧ર૦ તેમજ પંચાળા ગામેથી ૮ શખ્સોને રૂા.૧ર,ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાધો
જૂનાગઢમાં ગળાફાંસો ખાવાનો વધુ એક બનાવ બનવા પામેલ છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, પિયુષભાઈ મેપાભાઈ ચોૈહાણ(ઉ.વ.૪૦) રહે. રોહીદાસપરા, પીટીએસ બેરકની પાછળ વાળાએ કોઈપણ કારણસર પોતાની મેળે ઝાડનાં થડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!