જૂનાગઢની સિવીલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગણી સાથે આવેદનપત્ર અપાયું

0

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઇ છે. આ અંગે ધી ટ્રેઇન્ડ નર્સ એસોસિએશનની ગુજરાત રાજ્યની બ્રાન્ચના નેજા હેઠળ એસપીને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે, તબીબો દર્દીઓના રક્ષકની ભૂમિકા ભજવે છે તેમ છત્તાં તેમના ઉપર હુમલા કરાય છેે. જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં ફરજ ઉપર રહેલા નર્સિંગ સ્ટાફ ઉપર હિચકારો હુમલો કરાયો હતો. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ છે. આ તકે દિપકમલ વ્યાસ, જયેશ અંધારીયા, ઇકબાલ કડીવાલા, દર્શન સોમણ, કિરણ દોમડીયા, વિનોદ પટેલ સહિતના આરોગ્યકર્મીઓની ઉપસ્થિતી રહી હતી.

error: Content is protected !!