વિવિધ માંગણીઓ સબબ આજથી જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

0

તલાટી કમ મંત્રીઓની કેટલીક પડતર માંગો છે. આ માંગોને લઇ અગાઉ અનેક વખત રજૂઆતો કરાઇ છેે. તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા હવે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે. આ અંગે જૂનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે.જે. ડાંગર અને મંત્રી એ.બી.વસીયરે જિલ્લા કલેકટરને તેમજ ડીડીઓને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, તલાટી મંત્રીની ૫ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવી, ત્યાર બાદના ૭ વર્ષની નિયમિત પગારની નોકરીને સાથે ગણી ૧૨ વર્ષની નોકરી મુજબ બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ અને નિતિ વિષયક લાભો આપવા,સર્કલ ઇન્સ્પેકટર વર્ગ ૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારીમાં અપગ્રેડ કરવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરીક્ષા રદ કરવા, રેવન્યુ(મહેસુલી) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા અથવા જાેબચાર્ટ અલગ કરવા, પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગની કામગીરી ન સોંપવા તેમજ વધારાનું ભથ્થું આપવા સહિતની માંગ છે. આ માંગને લઇ જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા મથકે આજે ૨ ઓગસ્ટથી ઓફિસ સમય દરમ્યાન જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તલાટીમંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડશે અને ડિઝાસ્ટ મેનેજમેન્ટની તેમજ ૧૩થી ૧૫ ઓગસ્ટની હરઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!