સલાયાની દ્વારકાધીશજી હવેલીમાં આજે હિંડોળા દર્શન અને રાસોત્સવ

0

હાલ પવિત્ર શ્રાવણ માસમાં અનેક હવેલી તથા બેઠકજીમાં ઠાકોરજીના હિંડોળાનું આયોજન કરવામાં આવે છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામની પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી ખાતે આજે ગુરૂવારે સાંજે ૬ થી ૭ઃ૩૦ સુધી આકર્ષક એવા ફળના હિંડોળાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે અહીં બહેનો માટે કીર્તન તેમજ ડી.જે. સાથે રાસોત્સવનું પણ આયોજન સ્થાનિક સેવાભાવી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!