જામકંડોરણાના મામલતદાર મૂળીયાસિયા નિવૃત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો

0

જામકંડોરણા મામલતદારશ્રી મુળીયાસીયા નિવૃત થતા મામલતદાર કચેરી ખાતે ભવ્ય વિદાય સમારંભનું આયોજન તાલુકા મામલતદાર કચેરી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમને મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને તેમની કામગીરી બિરદાવી હતી. સાથે ચિરાગભાઈ વાછાણીની બદલી થતા માનભેર વિદાય આપી તેમને કરેલ સેવાઓને બિરદાવી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર લુણાગરિયા, તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, બીઆરસી કોર્ડીનેટર સંજયભાઈ બોરખતરીયા, તલાટી મંડળ, કર્મચારી મંડળ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો, આઈટીઆઈ ઓફિસર કે.એસ. જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, પ્રમુખ સસ્તા અનાજ તથા દુકાનદારો વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રશાંતભાઈ મહેતાએ કરેલું હતું.

error: Content is protected !!