કેશોદના મઘરવાડા ગામે ગાય વર્ગના ૯૦થી વધુ પશુઓનું રસીકરણ

0

જિલ્લાના પશુપાલન વિભાગની પશુ ચિકિત્સકો સાથેની ટીમ ગામે ગામ લમ્પી વાયરસને ડામવા માટે રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે. આજે કેશોદ તાલુકાના મઘરવાડા ગામે પશુપાલકો ખેડૂતોને સાથે રાખી ૯૦થી વધુ ગાય વર્ગના પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પશુ ચિકિત્સકો દ્વારા પશુપાલકોને લમ્પી વાયરસના ચિન્હો અને તેનાથી પશુઓને બચાવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ખાસ કરીને પશુઓની આસપાસ સ્વચ્છતા જળવાય અને માખી મચ્છર નો ઉપદ્રવ ન થાય તેની કાળજી લેવા માટે જણાવ્યું હતું. આ રસીકરણની કામગીરીમાં વેટરનરી ડો. શિંગાળા, પશુધન નિરીક્ષક હિરેન જાેટવા, જગદીશ સોલંકી, જયેશભાઈ ગોઢાણીયા જાેડાયા હતા. ઉપરાંત મઘરવાડા ગામના પૂર્વ સરપંચ જેસીંગભાઈ હેરભા સહિતના આગેવાનોએ સહકાર આપ્યો હતો.

error: Content is protected !!