પલસાણા તાલુકાના ચલથાણ ગામે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરાઈ

0

પલસાણા તાલુકાના ચલથાણ ગામે સારથી સોસાયટી આ સોમેશ્વર મહાદેવ મંદિરે તેમજ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે બહેનો દ્વારા શ્રાવણ શુદ સાતમે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ. શ્રાવણ મહિનાની બંને સાતમનુ મહત્વ રહેલુ છે સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતાને કુલર, નાળિયેરનો પ્રસાદ ચડાવી શિશ ઝુકાવી પ્રાર્થના કરી પોતાના નાના સંતાનો તેમજ પરિવારના સારા સ્વાસ્થ્ય માટે એકટાણાં ઉપવાસ કરે છે તેમજ આગલા દિવસે રાંધેલ ઠંડુ ભોજન આરોગે છે તેમજ શીતળા માતાજીનું પુજન-અર્ચન કરી માતાજીના આશિર્વાદ મેળવે છે. શીતળા સાતમે વ્રતધારી સાધનપુજા આને કર્મ પુજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને કરે છે તેમના ઉપર આધશકિત શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે. આજીવન શિતળતાનો અનુભવ કરાવે છે. આ દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના સંતાનોની રક્ષા માટે પ્રાર્થના કરે છે એમ પુજારી મહંત મહેશગીરી ગોસ્વામી એ જણાવેલ છે.

error: Content is protected !!