અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું

0

અખિલ ભારતીય કોળી સમાજની યુવા શાખાની પ્રદેશ કારોબારી ભાવનગર ખાતે એક રિસોર્ટમાં યોજાઇ હતી. આ કારોબારી પૂર્ણ થતાં ખુલ્લું અધિવેશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં નવ નિયુક્ત હોદ્દેદારોને નિમણુંકો આપવામાં આવી અને શપથવિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શપથવિધિ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને તેમાં રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડાએ કોળી સમાજનો જાે સર્વાંગી વિકાસ કરવો હોય તો સત્તામાં ભાગીદારી કરવી પડશે અને તો જ કોળી સમાજનો સર્વાંગી વિકાસ થશે અને ભૂતકાળની રાજકીય ઘટનાઓ તેમના આગવા અંદાજમાં રજૂ કર્યા હતા. પ્રદેશ પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણાએ તમામ સમાજને સાથે રાખી સમાજના વિકાસની વાત કરી હતી. આ તકે મુખ્ય શાખાના પ્રદેશ હોદેદારો અને યુવા શાખાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. અખિલ ભારતીય કોળી સમાજ – ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશની યુવા ટીમ દ્વારા ૨ દિવસીય કારોબારી ભાવનગર ખાતે યોજાઇ હતી. જેમાં અલગ-અલગ વક્તા દ્વારા અલગ-અલગ વિષય ઉપર સમાજના ઉત્થાન માટે ચર્ચા અને રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. નિમણુંક પામેલા તમામ હોદ્દેદારોને અનંત શુભકામનાઓ આપવામાં આવી હતી અને આવનારા દિવસોમાં સંગઠનને વધારે મજબૂત કરવા માટે તાલુકા અને ગામડા સુધીનું માળખું તૈયાર કરવામાં આવશે. આ તકે સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિશોરભાઈ શેખ દ્વારા “સંગઠનનો ભવ્ય ભૂતકાળ અને સંગઠન નિર્માણ” પ્રવીણભાઈ રાઠોડ દ્વારા “કોળી સમાજની એકતામાં યુવાનોની ભૂમિકા”, ભુપતભાઈ બારૈયા દ્વારા “કોળી સમાજનું સહકારી ક્ષેત્રમાં પદાર્પણ”, ઋતવિકભાઈ મકવાણા દ્વારા “કોળી સમાજની સામાજીક રાજનીતિનું મૂલ્યાંકન”, સોધનભાઈ ઝોરા દ્વારા સમાજના યુવાનો માટે રોજગારી અને ધંધાની તકો, પ્રદેશ મહિલા પ્રમુખ રીટાબેન આલાની, પ્રદેશના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ સાંકળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગર જિલ્લા એ.એસ.પી. સફિન હસન દ્વારા “દેશના નિર્માણ માટે યુવાનોની ભાગીદારી” દ્વારા સરસ સંવાદ કરવામાં આવ્યો હતો. યુવા ટીમના પ્રદેશના હાજર રહેલા હોદ્દેદારો તેમજ ઝોન પ્રમુખ મહામંત્રી તેમજ જિલ્લા પ્રમુખ-મહામંત્રીઓએ સંગઠનને ઝડપથી પૂર્ણ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. શહેર પ્રમુખ નિરવભાઈ ખસિયા અને જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રાઠોડએ સતત સાથે રહી માર્ગદર્શન આપ્યું હતું. આવનારા સમયમાં યુવા કોળી સમાજની ટીમ ગામડે ગામડે પોતાની ટીમ નિર્માણ કરી યુવાનોને અલગ-અલગ વિષયોની તાલીમ આપશે. ભાવનગર જિલ્લા ટીમ, શહેર ટીમ અને ભાવનગર તાલુકા ટીમ દ્વારા ખડે પગે રહી આ ૨ દિવસીય શિબિર અને કારોબારીને સફળ બનાવવા બદલ યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડા અને બલદેવ સોલંકીએ તમામનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે દિવસીય શિબિરમાં ગુજરાતભરમાંથી આવેલા કોળી સમાજનાં યુવાનો એક મંચ ઉપરથી વિસ્તૃત ચર્ચા અને મનોમંથન બાદ ર્નિણય કર્યો હતો. આગામી દિવસોમાં સમાજનું નેતૃત્વ યુવાનોનાં શિરે સોંપવામાં આવે તો સમાજનો તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે તેમ છે કારણ કે, આજનો યુગ એ યુવાનોનો છે અને સૌથી વધુ વસ્તી પણ યુવાનોની છે.

error: Content is protected !!