કેશોદના સોંદરડા ગામે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી

0

કેશોદ તાલુકાના સોંદરડા ગામે શીતળા માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેળાનો લાભ લેવા આવતાં શ્રદ્ધાળુઓની ભીડ જાેવા મળે છે. વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ માસની સાતમના દિવસે અહીં મેળો ભરાય છે. શીતળા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે તેવી આસ્થા સાથે અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને મેળાનો આનંદ માણે છે. શીતળા માતાજીનું મંદિર અંદાજીત નેવુંથી પંચાણું વર્ષ જૂનું છે. મંદિરની સ્થાપના થઇ ત્યારથી દર વર્ષની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ માસના પહેલીને બીજી સાતમ અને ચૈત્ર માસની સાતમના દિવસે મેળો ભરાય
છે.

error: Content is protected !!