દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ૩૧ ઓગસ્ટ સુધી ન્હાવા અને સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ઉપર ૩૧ ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ ઉપર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જાેરદાર પ્રવાહના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ(લાઇટ હાઉસ – સર્વે નં.પ૮થી શિવરાજપુર બીચના ખાડી-ર પોઇન્ટના છેડા સુધી, ૫ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વીમીંગ કરવા ઉપર તા.૩૧-૮/૨૦૨૨ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.

error: Content is protected !!