માંગરોળનો લાબરકુવા રોડ રાહદારીઓએ જાતે બનાવી તંત્રનું નાક કાપ્યું

0

માંગરોળનાં મેણેજ, ચંદવાળા સહીત છ ગામોને જાેડતો લાબરકુવા રોડ વર્ષો વિતી જવા છતાં બનાવવામાં આવ્યો નથી. આ રસ્તો મંજુર પણ થયેલ છે છતા રોડ બનાવવામાં ન આવતા ખેડુતો દ્વારા જાતે રોડ બનાવવાનું શરૂ કરાયો છે. ચોમાસામાં વરસાદના કારણે મસમોટા ખાડાઓ અને રેડાઓ પડી જવાથી રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. ચૂંટણી ટાણે વચનો આપીને ગયા બાદ કોઈ રાજકીય નેતાઓ રોડ મામલે કોઈ નક્કર પગલાં ભરતાં નથી. આ મામલે આંખ આડા કાન કરી રાજકીય નેતાઓ ઉડાવ જવાબ આપી મુદ્દો જ ટાળી દે છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સરકાર દ્વારા આઝાદીની અમૃત મહોત્સવરૂપે ૭૫ વર્ષની ઉજવણી કરાય છે. ત્યારે આઝાદી સમયથી માંગરોળ મેણેજ લાબરકુવા રોડ બનાવવામાં આવ્યો નથી. આ રોડ માંગરોળ ઓજી વિસ્તારમાં આવેલ હોય અને આ રોડ માંગરોળ તેમજ કેશોદના ગામડાના લોકો મુખ્ય રસ્તો ગણાય છે. આ બંને વિધાનસભાના મતદારો પણ મોટી સંખ્યામાં આવતા જતા હોય છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પણ અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આસપાસનાં ગામ લોકો ખેડુતોએ રજુઆત કરતા આ રોડનું કામ મંજુર થયું હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે. ત્યારે હજુ સુઘી આ રોડનું કામ શરૂ કેમ કરવામાં આવ્યું નથી ? શા માટે આ રોડની જાહેરાત પણ આપવામાં આવી નથી ? હાલ ચોમાસું હોય આસપાસનાં ગામોના લોકો અને ખેડુતોને અવર જવર કરવા મુશકેલી પડી રહી છે. ત્યારે લોકોએ આખરે કંટાળીને રાજકીય નેતાઓની રાહ જાેયા વગર ચાલી શકાય તે માટે લોક ફાળો કરી જાતે કામ શરૂ કર્યું છે. લોકોએ જાતમહેનતથી રસ્તો બનાવી એક રીતે નિદ્રાધીન તંત્ર અને લોકસેવા ના બણગાં ફૂંકતા ચોવટીયાઓનું નાક કાપ્યું છે.

error: Content is protected !!