સોમનાથ-પ્રભાસ પાટણ પોલીસે પરપ્રાંતના ગુમ થયેલ પ્રૌઢને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી બજાવી

0

સોમનાથ-પ્રભાસ પાટણ પોલીસે જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પવિત્ર શ્રાવણ માસમાં ગુમ થતી વ્યક્તિઓને શોધી કાઢવાની સુચના અન્વયે પ્રભાસ પાટણના પીઆઈ એસ.પી. ગોહિલ તથા પોલીસ સ્ટાફે એક પરપ્રાંતીય પ્રૌઢને ગુમ થયેલ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ઈન્દોરના નિતીન કૈલાસ શર્મા નામની વ્યક્તિએ તેના પિતા કૈલાસચંદ્ર શર્મા (ઉ.વ.પ૩) માનસિક અસ્થિર બિમારીને કારણે ગુમ થયાની મધ્યપ્રદેશ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે ર૦ માણસો સાથે સોમનાથ આવેલ હોય તેવી હકીકત પોલીસને મળતા નેત્રમ-સર્વેન્સ ટીમ વ્યાપક શોધખોળ કરતા ડારી ટોલનાકા પાસે મહાકાળી હોટલની બાજુમાંથી મળી આવેલ જેનો કબ્જાે તેના વાલી વારસોને ગઈકાલે સવારે સોંપતા પરિવાર સાથે સુખદ મિલન પ્રભાસ પાટણ પોલીસના નેત્રમ સ્ટાફે કરાવેલ હતું. આ સફળ કામગીરીમાં હે.કો.કુલદીપ પરમાર, વિશાળ ગરચર, કનકસિંહ કાગડા, કૈલાસ બારડ, પિયુષ બારડ, ઈમ્તીયાઝ, સુભાષ બારડ, કૃષ્ણકુમારસિંહ સોલંકી સહિત સર્વેએ આ સફળ કામગીરી બજાવી જે બદલ પરિવારે પોલીસ કામગીરીને બિરદાવી હતી.

error: Content is protected !!