ડોળીવાળાઓ અંગે ડો.પી.પી. ચિખલીયાએ લખેલા પુસ્તકના વિમોચનની સાથે જૂનાગઢમાં રવિવારે સહકારી ક્ષેત્રેના મહાનુભાવોનો ભવ્ય ઉપલબ્ધિ અભિવાદન સમારોહ

0

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩પ વર્ષ કરતા પણ વધારે સમયથી આરોગ્ય ક્ષેત્રે જવલંત સિધ્ધી અને સેવા આપનારા અને અનેક જરૂરીયાતમંદ દર્દીઓને ઉત્તમમાં ઉત્તમ આરોગ્ય સેવા પુરી પાડનારા જૂનાગઢના જાણીતા સર્જન ડો.ડી.પી. ચિખલીયા કે જેઓ શહેરની અધ્યતન ત્રિમુર્તિ હોસ્પીટલના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે ખુબજ ઉમદા કામગીરી દાખવી રહ્યા છે. આ સાથે જ સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક તેમજ જૂનાગઢ શહેર અને જીલ્લાના સર્વાંગી વિકાસ માટે પણ તેઓ ખુબજ જાગૃત છે. ડો.ડી.પી.ચિખલીયા અને તેમના ધર્મપત્ની સ્વ. ભાવનાબેન ચિખલીયા દ્વારા અનેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે. જૂનાગઢ શહેરના વિકાસના અનેક પ્રશ્નોને ઉકેલવામાં સારી કામગીરી કરનારા સ્વ.ભાવનાબેન ચિખલીયાને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે પણ તત્કાલીન વડાપ્રધાન અટલબીહારી બાજપાઈની સરકારમાં રહી ચુકેલા સ્વ.ભાવનાબેન ચિખલીયાની સેવાકીય કામગીરી સતત અવિરત રીતે ચાલતી રહે તે માટે ડો.ડી.પી. ચિખલીયા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન આયોજીત અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી અંતર્ગત આગામી તા. ૭ ઓગસ્ટને રવિવારે જૂનાગઢના આંગણે એક ગૌરવપદ અને ગૌરવશીલ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા અને માહિતી આપવા માટે ગઈકાલે ડો.ડી.પી. ચિખલીયાના નિવાસસ્થાને એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી જેમાં જૂનાગઢ ખાતે રવિવારે યોજાઈ રહેલા સહકારી મહાનુભાવોનો ઉપલબ્ધિ અભિવાદન સમારોહ અંગે માહિતી અપાઈ હતી. આ તકે ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનનાં સભ્યો અને જૂનાગઢ માહિતી કચેરીના ઈન્ચાર્જ અધિકારી નરેશ મહેતા અને વિવિધ માધ્યમના પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તા.૭/૮/ર૦રર રવિવારના રોજ સવારે
૧૦ કલાકે એગ્રીકલ્ચર ઓડીટોરીયમ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધિ અભિવાદન સમારોહનું ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ઉપલબ્ધિ અભિવાદન સમારોહ આયોજક સમિતિ અને ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન જૂનાગઢના સંયોજક ડો.ડી.પી. ચિખલીયાએ જણાવ્યું હતું કે, વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકાર સે સમૃદ્ધીના સુત્રને સાચા અર્થમાં દેશની જનતા માટે સાકાર કરવાના અભિગમ તેમજ સહકાર મંત્રાલય અને તેના પ્રથમ સુકાની તથા સહકાર મંત્રાલયને નવી ચેતના પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અમીતભાઈ શાહના સહકાર ક્ષેત્રના લાભોનો દેશના છેવાડાના લોકોને મહતમ ફાયદો થાય તેવા ઉદેશને સિધ્ધ કરવા માટે સહકાર સે સમૃદ્ધી સુત્રની સાર્થકતાના સારથી તરીકે સેવા રત્ન મહાનુભાવોની વરણી થઈ છે. સન્માનીય ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો-ઓપ. (ઈફકો)ના ચેરમેન તથા અમરેલી ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડીયાના ચેરમેન તરીકે તેમજ ગુજરાત સ્ટેટ એગ્રી કો-ઓપરેટીવ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની ઓલ ઈન્ડીયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો-ઓપેરટીવ બેંકના ચેરમેન તરીકે અને ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ (ગોતા)ની સહકારીતા સેલ ભાજપના કન્વીનર તરીકે નિયુકતી થઈ છે. આ મહાનુભાવોનું વિશિષ્ટ સેવા સન્માન અભિવાદન કરવા માટે કાર્યક્રમ આયોજીત કરાયેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને ઉદ્‌ઘાટક તરીકે કેન્દ્રના મત્સ્ય-પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. ઉપલબ્ધિ અભિવાદન સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન ભાજપના પ્રભારી વિનોદભાઈ ચાવડા, પશુપાલન રાજયમંત્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.નરેન્દ્ર ગોંટીયા, જૂનાગઢ મહાનગર ભાજપના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, જૂનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, જૂનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને જૂનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ પુનીતભાઈ શર્મા ઉપસ્થિત રહેશે.
અભિવાદન સમારોહ પ્રસંગે ડો.ડી.પી. ચિખલીયાએ ગિરનારના ડોળીવાળા સભ્યો અંગે લખેલા પુસ્તકનું વિમોચન પણ થશે. આ પ્રસંગે રાજયની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, રાજકીય અગ્રણીઓ, સામાજીક કાર્યકરો અને પ્રબુધ્ધ નાગરીકો હાજરી આપશે.

error: Content is protected !!