જૂનાગઢનાં તુટેલા રસ્તાઓને કારણે ર૪ કલાક ઉડતી ધુળની ડમરીઓથી જનતા પરેશાન

0

જૂનાગઢ શહેરમાં જયારથી વર્તમાન મનપા તંત્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે ત્યારથી આ અઢી વર્ષ ઉપરાંતનાં સમયગાળાથી વિકાસનાં કાર્યો શાસકોનાં કહેવા પ્રમાણે થઈ રહયા છે અને બીજી તરફ વિકાસની સાથે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહયો છે. જૂનાગઢ શહેરની જનતા વિવિધ પ્રકારનાં ટેક્ષ ભરે છે તેમ છતાં પ્રાથમીક સુવિધાનાં પ્રશ્ને કાયમી રહેલી હોય છે. લોકોનાં પ્રાથમીક સુવિધાનાં પ્રશ્ને કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ શાસકો કરી શકતા નથી તેવો જન આક્રોશ લોકોમાં વ્યાપેલો છે. ખાસ કરીને હાલનાં સંજાેગોમાં રસ્તાની જાે વાત કરીએ તો જૂનાગઢ શહેરનાં એક પણ રસ્તો એવો નથી કે જેના તમે મોં ફાટ વખાણ કરી શકો, શહેરનાં તમામ રાજમાર્ગોથી લઈ શેરી ગલીઓ, સોસાયટી વિસ્તારોનાં રસ્તાઓની હાલત ખૂબજ ખરાબ છે. આડા દિવસની વાત એક તરફ રાખીએ પરંતુ ચોમાસાનાં દિવસોમાં તો પાણીનાં ખાબોચીયા વચ્ચે જનજીવન ધબકતું રહે છે અને આ ખાબોચીયામાં કેટલાક વાહન ચાલકો, પદ માર્ગે ચાલતા લોકો પણ ફસાતા હોય છે ઘણીવાર અકસ્માતનાં બનાવો પણ બને છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા પાછળ કોણ દોષિત છે તે શાસકોએ પણ વિચારવું જાેઈએ. આ ઉપરાંત દરેક સર્કલ કે રસ્તાઓ વચ્ચે બેઠેલા બિનવારસું ઢોર અડીંગો બનાવી બેઠેલા જાેવા મળે છે તે અંગેની કાર્યવાહી કરવામાં પણ પણ તંત્ર નિષ્ક્રીય રહયું છે. એક સામાન્ય રીતે જાેઈએ તો ગુજરાતનાં મુખ્ય શહેરો કે જયાં મહાનુભાવોની સતત અવરજવર રહેતી હોય તેવા રસ્તાઓ સારા હોય છે. જયારે જૂનાગઢમાં તેનાથી વિપરીત છે. અહીં આવેલા કૃષિ યુનિવર્સિટી ખાતે લોકો સવારમાં સ્વાસ્થય માટે વોકીંગ માટે જતા હોય છે પરંતુ કૃષિ યુનિ.ની બહારનો વિસ્તાર સતત ખાડાઓમાં ફેરવાયેલો છે ત્યારે યુનિ. ખાતે શારીરિક કસરત માટે આવતા લોકોમાં પણ નારાજગી જાેવા મળે છે. આ એવો વિસ્તાર છે કે જયાં સતતને સતત રાજયનાં વિવિધ વિભાગનાં મંત્રી, રાજયપાલ તેમજ ઉચ્ચ અધિકારીઓની અવર જવર રહેતી હોય છે તેવા આ વિસ્તારનાં રસ્તાઓ ખૂબજ સારા હોવા જાેઈએ પરંતુ એવું નથી… ઈન્દીરા સર્કલથી લઈ અને અક્ષરવાડીનાં દરવાજા સુધીનાં રસ્તા શહેરમાં સૌથી વધારે ખાડા ટેકરાઓ અને તુટેલા ફુટેલા અને મગરમચ્છની પીઠ જેવા બની ગયા હોવાનું લોકો ફરીયાદ કરી રહયા છે. આ વિસ્તારમાં એક તરફ રસ્તાઓની રામાયણ તો બીજી તરફ નાના-મોટા વાહનોની ર૪ કલાક રફતારને લઈને દિવસ દરમ્યાન ધુળની ડમરીઓ ઉડતી હોય છે. આવું એકલા મોતીબાગ વિસ્તાર જ નહી પરંતુ શહેરનાં વિવિધ વિસ્તારોની પણ આવી જ હાલત છે. રસ્તાઓનાં પ્રશ્ને શાસકપક્ષનું એવું કહેવું છે કે, વરસાદ રહી ગયા પછી રસ્તાઓની કામગીરી ઉપાડવામાં આવશે તો બીજી તરફ લોકોને કયાં સુધી આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે પ્રશ્ને અનેક તર્કો છે. વરસાદનાં ઝાપટાં પડે એટલે તુટેલા ફુટેલા રસ્તા જયાં રહેલા છે તેવા વિસ્તારોનાં રહેવાસીઓને થોડી રાહતદાયક પરિસ્થિતિ થતી હોય છે કારણ કે વરસાદનાં ઝાપટાને કારણે તુટેલા રસ્તાઓની ધુળ રસ્તા ઉપર બેસી જતી હોય છે અને ધુળની ડમરી ઓછી ઉડે છે ત્યારે આમજનતાનું કહેવું છે કે, જયાં સુધી રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી મનપા તંત્રએ દરેક રસ્તાઓ ઉપર અને શેરીઓ ગલીઓમાં પાણીનો છંટકાવ કરવો જાેઈએ જેથી ધુળની ડમરીઓ ઉડતી બંધ થાય અને ઉડતી ધુળને કારણે લોકો શરદી, ઉધરસનો ભોગ ન બને તે માટે તંત્રએ તત્કાલ પગલા લેવા જાેઈએ તેવી માંગણી ઉઠી છે.

error: Content is protected !!