કેશોદમાં ડો. સાંગાણી હોસ્પિટલ દ્વારા દર મહીને ફ્રી ડાયાબિટીસ બ્લડપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સાંગાણી હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટાફ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર દર્દીઓને ડો. સાંગાણી દ્વારા ફ્રી તપાસ, ફ્રી લોહીનાં રિપોર્ટ તથા ૧૦ થી ૧૫ દિવસની ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પ સ્પેશ્યલ પોલીસ સ્ટાફ માટે રાખવામાં આવ્યો હતો પણ રોજનાં રૂટિંગ દર્દીઓને પણ ફ્રીમાં તપાસવામાં આવેલ હતા સાથે જરૂરી દવા પણ ફ્રી આપવામાં આવી હતી. ડો. સાંગાણી હોસ્પિટલ દ્વારા અનેક વખત ફ્રી કેમ્પ રાખવામાં આવે છે. સાંગાણી હોસ્પિટલ દ્વારા આવનારા સમયમાં ફૌજી જવાન ભાઇઓ માટે પણ ફ્રીમાં કેમ્પ રાખવામાં આવશે તેમ ડો. રાજેશ સાંગાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાંગાણી હોસ્પીટલમાં મા કાર્ડ દ્વારા અનેક ઓપરેશન ફ્રીમાં થાય છે અને જૂનાગઢ જિલ્લાની બેસ્ટ હોસ્પિટલ એવોર્ડ પણ ડો. સાંગાણીને મળેલ છે.