રાજ્યના ડી.જી. આશિષ ભાટિયા દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૫૫ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે હાલ ફરજ બજાવી રહેલા જી.આર. ગઢવીની બદલી અમદાવાદ શહેર ખાતે કરવામાં આવી છે. ખંભાળિયાના પી.આઈ. તરીકે પણ તેમની કાયદો અને વ્યવસ્થા અંગેની નોંધપાત્ર કામગીરી નગરજનો માટે યાદગાર બની રહેશે.