સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના ખર્ચે કાર્યક્રમ કરી વાહ વાહી લૂંટી

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં જ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કરવા માટે બ્રોકર ચેર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલા દાનના વ્યાજમાંથી આ કાર્યક્રમ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સ સમિતિ સમક્ષ બાબત રજૂ કરવામાં આવી હતી. ફાઇનાન્સ સમિતિએ બ્રોકર ચેર હેઠળ આ કાર્યક્રમ કરવા માટે ૩ઃ૩૦ લાખ રૂપિયા નો ખર્ચ મંજૂર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ કાર્યક્રમ ગુજરાતી ભવનના અધ્યક્ષે આયોજિત કરવાનો હતો કારણ કે બ્રોકર ચેરના કોર્ડીનેટર તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ભારતીય જનતા પક્ષની નહીં પરંતુ રાષ્ટ્રિય સ્વયમસેવક સંઘની વિચારધારા ધરાવતી શિક્ષકો અને અધ્યાપકોની એક શાખા તરીકે કાર્ય કરી રહી છે. આ શાખા રાષ્ટ્રીય કક્ષાની છે. સંઘ અને રાષ્ટ્રીયતાની વિચાર સાથે જાેડાયેલી આ સંસ્થા પાસે એવી અપેક્ષા હોય કે તેના કાર્યકર્તા પોતાની મહેનતથી પોતાની આવડતથી અધ્યાપક અને શિક્ષણ આલમનું ભલું કરે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની માતૃ સંસ્થા સંઘના હોદ્દેદારો અને મોટા ગજાના કાર્યકર્તાઓ એવું કહેતા અને સમજાવતા જાેવા મળે છે કે, મહેનત કરીને સંઘર્ષ કરીને અને પોતે પ્રયત્ન કરીને રાષ્ટ્રનું સમાજનું હિત કરવું તે આપણો મૂળ મંત્ર છે. અનેક ત્યાગી લોકોએ સંઘમાં કામ કરીને આદર્શો ઊભા કર્યા હોય તેવા દાખલાઓની વચ્ચે આ જ શૈક્ષિક સંઘની સૌરાષ્ટ્રની પાંખ અને એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જાેડાયેલા શૈક્ષિક સંઘના લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર બ્લેકમેલિંગ કરતા હોય અને પોતાનું ધાર્યું કરાવતા હોય તેવા અનેક ઉદાહરણો આ છે. અગાઉ પણ મારા દ્વારા પ્રજ્ઞેશભાઈને પત્ર લખીને અનેક ઉદાહરણો આપવામાં આવ્યા હતા કે તમારા શૈક્ષિક સંઘના બેનર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંઘ સાથે જાેડાયેલ હોવાનું નાટક કરતા કેટલાક લોકો માત્ર શૈક્ષણિક સંસ્થાને જ નહીં પરંતુ સમગ્ર સંઘને બદનામ કરી રહ્યા છે. આ વાતને સાબિતી આપતું હાલમાં જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારોએ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. બ્રોકર ચેર દ્વારા સતત ૨૪ કલાક કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો સમગ્ર ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉપાડ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે અને બ્રોકર ચેરના આયોજનના કાર્યભાર જાણે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવ્યો હોય તે રીતે નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા. નિમંત્રણ કાર્ડમાં પહેલી જ લીટીમાં ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું આયોજન હોય તે રીતે સમગ્ર બાબત રજૂ કરવામાં આવી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દબાવીને કામ કરવા ટેવાયેલા શૈક્ષિક સંઘના પ્રમુખ કમલ મહેતાએ પોતાનું નામ પણ નિમંત્રણ કાર્ડમાં છાપી દીધું અને જાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ખર્ચ તેઓએ કર્યો હોય તેવું વાતાવરણ ઊભુ કર્યું. કાર્યક્રમમાં ખિસ્સામાંથી એક પણ પૈસો ખર્ચ કર્યા વગર જશ લેવાની દોડ માટે ટેવાયેલું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ આ વખતે સાવ ખુલ્લું પડી ગયું. કોઈપણ પ્રકારનું રોકાણ નહીં અને કોઈ જવાબદારી નહીં આમ છતાં માલિકી હક ભોગવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ સમગ્ર સંઘને બદનામ કરવા માટે કશું જ બાકી રાખ્યું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ વાતનો ખ્યાલ હોવો જાેઈએ કે યુનિવર્સિટીના કોઈપણ કાર્યક્રમો એ વિદ્યાર્થીઓના પૈસે થતા કાર્યક્રમો છે આ કાર્યક્રમમાં નિમંત્રક તરીકે કોઈ રાજકીય પક્ષના નામ છપાવીને લાભ અથવા ગેરલાભ લેતા હોય ત્યારે તેને અટકાવવા જાેઈએ માનનીય કુલપતિશ્રી સમક્ષ માગણી છે કે તમે આ ખર્ચનો ઓછામાં ઓછો પચાસ ટકા હિસ્સો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ રાજકોટ પાસ પાસેથી મેળવો જાે આમ કરવામાં નહીં આવે તો નાગપુર ખાતે સંઘના મહત્વના લોકોને આ સમગ્ર બાબતની જાણ કરીને વધુ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડશે. સિદ્ધાંત અને મૂલ્ય ની વાતો કરતા સંઘના રાજકોટના આગેવાનો આ વાતની નોંધ લઈ યોગ્ય ર્નિણય કરશે તેવી અપેક્ષા છે.

error: Content is protected !!