અખૂટ જળભંડાર : સરદાર સરોવર ડેમ ૮૦ ટકા ભરાયો પાછલા વર્ષ કરતા ૭૦ ટકા વધુ પાણી

0

ગુજરાત રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજયનો નર્મદા નદી ઉપર બનેલો સોૈથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ ૭૯.૬૩ ટકા ભરાઈ ગયો છે, હાલ ડેમમાં ૭,પ૩ર.૯૦ એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદનાં લીધે ૬૯,૬૦૭ કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી ૧ર૩.૪૯ મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની કુલ ઉંચાઈ કરતા માત્ર ૬.૪ મીટર જ ઓછું છે. ર૮ જુલાઈનાં રોજ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ડેમની સપાટી ૧૩૦.૮૬ મીટરે પહોંચી હતી અને ત્યારે પાણીનો જથ્થો ૭,૧૧૯.પ૯ એમસીએમ હતો. આ પછી એક જ અઠવાડિયાની અંદર ડેમમાં ૪૦૦ એમસીએમ પાણીની આવક થઈ હતી. પાછલા વર્ષે ૪ ઓગસ્ટનાં રોજ સરદાર સરોવર ડેમમાં ૪,૪૧૬.૬પ એમસીએમ પાણીનો જથ્થો હતો. જે ચાલુ વર્ષે એ જ તારીખે નોંધવામાં આવેલા જથ્થા કરતા ૩,૧૧૬.રપ એમસીએમ ઓછું હતું. અધિકારીએ જણાવ્યું કે, સરદાર સરોવર ડેમમાં આ વર્ષે પાછલા વર્ષ કરતા ૭૦.પ ટકા વધુ પાણી છે. જળ સંસાધન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવાર સુધીમાં રાજયનાં ર૦૭ મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર ૬૮.૦૩ ટકા હતું. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૩ જળાશયો એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. જયારે ૪૮ જળાશયો એવા છે કે, જે તેની સંપૂર્ણ ક્ષમતાનાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરેલા છે. સરદાર સરોવર સિવાયનાં ર૦૬ જળાશયોનો સંયુકત જળસંગ્રહ ૧૭,૧૮૭ થાય છે. વધુમં જણાવાયું કે, ગયા વર્ષે આ જ સમયે આ ર૦૬ ડેમ ૧૧,૯૯૯ હતા. હજુ પણ ૩૮ જળાશયો એવા છે કે, જે રપ ટકાથી પ૦ ટકા ભરેલા છે અને પર રપ ટકાથી ઓછા ભરેલા છે. ગુરૂવારે થયેલા વરસાદ બાદ જે ૩૩ ડેમ ભરાઈ ગયા છે તેમને એલર્ટ ઉપર મુકવામાં આવ્યા છે. જળ સંસાધન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિંતાજનક મુદ્દો એ છે કે, ઉત્તર ગુજરાત ૧પ ડેમોમાં જળસંગ્રહનું સ્તર માત્ર ર૭.ર૪ ટકા જ છે. ગુરૂવારે આ ડેમોમાં પાણીનું સંગ્રહ પર૬.૬ર એમસીએમ હતું જે પાછલા વર્ષે ૪ ઓગસ્ટનાં રોજ ૪૭ર.૯૩ હતું. વાત રાજયનાં અન્ય ભાગોની કરીએ તો મધ્ય ગુજરાતનાં ૧૭ ડેમો તેમની સંગ્રહ ક્ષમતાનાં ૪૪.૧૯ ટકા છે, જયારે સોૈરાષ્ટ્રમાં પપ.પ૪ ટકા, કચ્છમાં ૭૦.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતનાં ૭૪.પ૩ ટકા છે.

error: Content is protected !!