રાજયનાં ભરતી કોૈભાંડો મુદ્દે હવે આગામી સમયમાં સરકાર સામે બંડ પોકારવાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગર્જના

0

ગુજરાત રાજયમાં પેપર ફૂટયાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં આ પેપરકાંડ મુદ્દે જે તે જવાબદાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા માંગ કરી ચૂકયા છે. ત્યારે એકવાર ફરી તેઓએ મીડિયા સામે આવી નિવેદન આપતા જણાવ્યું કે, મારે ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે, સાત મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છતાં આજ દિન સુધી આ મામલે ન તો સજાત્મક કે દંડાત્મક કોઈપણ કાર્યવાહી કરવામાં આવી કે ન તો કોઈ પણ પ્રકારનાં એકશન લેવામાં આવ્યા. વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એમ કહેવામાં આવેલું કે, તમે કોઈપણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રકારની માહિતી જાહેર ન કરશો. તમારી પાસે કોઈપણ માહિતી હોય તો અમને આપવા વિનંતી. તો તેને ધ્યાનમાં રાખીને સરકારનાં જે વહીવટી વડા છે(જીઆઈડીનાં જે મેઈન વડા છે) અને પોલીસ ડિપાર્ટમેન્ટનાં જે મુખ્ય વડા છે તેમને અમે સબ ઓડિટર, ઓડિટર, એટીડીઓ, એમપીએચડબ્લ્યુ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ આધાર-પુરાવા સાથેની માહિતી, પેપર કયાંથી લિક થયું, પેપર કોણે લિક કર્યું, પેપર કઈ ગાડીમાં લઈ જવામાં આવ્યું, કઈ તારીખે આવ્યું અને પેપર લેનારા વિદ્યાર્થીઓનાં નામ પણ એ સમયે જાહેર કરેલા. ત્યારે સરકારે એ સમયે આશ્વાસન પણ આપેલું કે અમે આ મુદ્દે ચોક્કસથી પગલા લઈશું. પરંતુ માટે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે, એ જે ભરતીઓ હતી તેમાં હજુ સુધી કોઈપણ પ્રકારનાં એકશન લેવામાં આવ્યા નથી. એમાંય એટીડીઓમાં તો મોટા ભાગનાં લોકોને નિમણુંક પણ મળી ચુકી છે. આવનાર થોડા દિવસમાં ઓડિટર અને સબ ઓડિટરનાં ઉમેદવારોને પણ સરકાર નિમણુંક આપવા જઈ રહી છે. ખાસ કરીને જે ભ્રષ્ટાચારીઓ છે તેમાં(સીસ્ટમમાં) સરકાર જાણીજાેઈને સડો લાવી રહી છે. આ સિસ્ટમનાં સડાને દૂર કરવા અને અટકાવવા માટે મેં એક નિર્ણય લીધો છે કે, આવનાર દિવસોમાં જે-જે ભરતીઓમાં કોૈભાંડ થયા છે તે તમામ બાબતોમાં અમે સરકાર સામે બંડ પોકારીશું. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે થતા ચેડા રોકવા માટે અમે તમામ મોરચે લડવા જઈ રહ્યા છે. શાસકોની સામે અમે આવનાર દિવસોમાં રાજકારણમાં સક્રિય થઈશું. અમે યુવાનોનાં મુદ્દાને લઈને ૧પ ઓકટોબરની આસપાસમાં ગાંધીનગરમાં આશરે પ૦ હજારથી એક લાખ યુવાનો ભેગા થઈને યુવા મહાસંમેલન યોજવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીને લઈને યુવરાજસિંહે નિવેદન આપતા જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ. આમ આદમી પાર્ટી જાે ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા પણ તૈયાર છું.

error: Content is protected !!