જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઘરે ઝંડો લહેરાવાનો સંકલ્પ લીધો છે. જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રંગોળી – ચિત્ર સ્પર્ધાઓ યોજી ‘હર ઘર તિરંગા’ના અભિયાનને સફળ બનાવાઈ રહ્યું છે. આમ જૂનાગઢ જિલ્લામાં ‘હર ધર તિરંગા’ કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પા ક્યાડા એ જણાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તળામાર તૈયારી થઈ રહી છે. વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જાેડાઈને પોતાના ઘર, સંસ્થા, કચેરીઓમાં તિરંગો ખરીદીને લહેરાવે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તે માટે વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. વિવિધ શાળા કોલેજમાં રંગોળી- સ્પર્ધા ચાલી રહી છે, તો હોટલો હોસ્પિટલો, વેપારીઓ વગેરે દ્વારા હર ધર તિરંગાના લોગો બનાવીને ગ્રાહકોને અપાતા બિલોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.